16 August, 2023 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટને આજે પણ સંજય લીલા ભણસાલી રણબીર કપૂરના નામે ચિડાવે છે. ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર રણબીર અને આલિયા વચ્ચે પ્રેમ થયો હતો. ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન બાદ નવેમ્બરમાં આલિયાએ દીકરીને જન્મ આપ્યો હતો. સંજય લીલા ભણસાલીની ‘બ્લૅક’ માટે આલિયાએ ઑડિશન આપ્યું હતું. એ વિશે આલિયાએ કહ્યું કે ‘મેં યંગ રાની મુખરજી માટે ઑડિશન આપ્યું હતું. હું એ ફિલ્મમાં છું જ નહીં, કારણ કે ખરેખર તો મને એ રોલ મળ્યો જ નહોતો. જોકે મજેદાર વાત તો એ હતી કે એ વખતે હું પહેલી વખત મારા હસબન્ડ રણબીર કપૂરને મળી હતી.’
એ દરમ્યાન સંજય લીલા ભણસાલીએ તેને રણબીરના ખભા પર માથું રાખવાની સલાહ આપી હતી. એ અનુભવને યાદ કરતાં આલિયાએ કહ્યું કે ‘એ ખરેખર સ્ટુપિડ હતું. સંજય સર આજે પણ મને પજવે છે કે એ વખતે હું રણબીર સાથે ફ્લર્ટ કરી રહી હતી. મને તો ફ્લર્ટનો અર્થ પણ ખબર નહોતો.’
રણબીર સાથે લગ્ન કરવાં છે એ વાત પર ચોખવટ આપતાં આલિયાએ કહ્યું કે ‘કોઈ એવું કઈ રીતે વિચારી શકે કે તેને ઍન્જેલિના જોલી કે પછી અન્ય સાથે લગ્ન કરવાં છે. ખરેખર તો એવું કોઈ નથી કરતું. એ તો કાલ્પનિક બાબત છે. એ બધું માત્ર તમારા દિમાગમાં હોય છે. મેં તો એ માત્ર એક ફૅન ગર્લ તરીકે કહ્યું હતું અને આજે પણ એક ફૅન ગર્લ તરીકે કહું છું. જોકે તેના પ્રત્યે મારો પ્રેમ પ્રામાણિક છે. એ એક સામાન્ય વસ્તુ છે. તેની ઑન-સ્ક્રીન પર્સનાલિટીથી હું પ્રભાવિત થાઉં છું. રિયલ લાઇફમાં જ્યારે હું તેને મળી તો તે એકદમ અલગ હતો.’