સોશ્યલ મીડિયા પર ઐશ્વર્યાને બર્થ-ડે વિશ ન કર્યું અભિષેકે

02 November, 2024 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિષેક અને ઐશ્વર્યાનું લગ્નજીવન અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યું છે એવા સમયે આવું થયું છે ત્યારે તેમના ડિવૉર્સની અફવાએ પાછું જોર પકડ્યું છે.

અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચનની ગઈ કાલે એકાવનમી વર્ષગાંઠ હતી, પણ તેના જન્મદિવસે પતિ અભિષેક કે સસરા અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર તેના માટે કોઈ પોસ્ટ નહોતી મૂકી. અભિષેક અને ઐશ્વર્યાનું લગ્નજીવન અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યું છે એવા સમયે આવું થયું છે ત્યારે તેમના ડિવૉર્સની અફવાએ પાછું જોર પકડ્યું છે. અભિષેકના તેની ફિલ્મ ‘દસવીં’ની હિરોઇન નિમ્રત કૌર સાથેના કથિત અફેરને કારણે બન્નેના લગ્નજીવનમાં તાણ સર્જાઈ છે એવી વાત બહાર આવી છે. આ તાણ ઘણા સમયથી છે અને ગયા વર્ષે પણ અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર માત્ર ‘હૅપી બર્થ-ડે’ના બે શુષ્ક શબ્દો દ્વારા જ પત્નીને વિશ કર્યું હતું.

aishwarya rai bachchan abhishek bachchan happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news