12 August, 2024 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન (ફાઇલ તસવીર)
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના (Abhishek Bachchan Reacts) ડિવોર્સ થયા હોવાની જોરદાર શરૂ અફવાઓ લોકો વચ્ચે શરૂ થઈ હતી. તેમ જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બચ્ચન પરિવારથી ઐશ્વર્યા અલગ આવી હતી અને આ સાથે વધુમાં અભિષેક બચ્ચને છૂટાછેડા પરની પોસ્ટને લાઈક કરી હતી. આ સાથે ઐશ્વર્યા અભિષેક વગર જ દીકરી સાથે વેકેશનમાં અલગથી સમય વિતાવતા નીકળી જતાં ઘણા લોકો એવો અટકળો લગાવી રહ્યા હતા કે તેમનું લગ્નજીવન હવે સમાપ્ત થઈ ગયું છે. જો કે, તાજેતરના અહેવાલો અનુસાર, અભિષેકે તેના અને ઐશ્વર્યાના ડિવોર્સની ચર્ચા પર પહેલી વખત રીએક્ટ કર્યું છે અને તેણે આ બાબતે ખુલાસો પણ કર્યો છે.
અભિષેક બચ્ચનને હાલમાં બૉલિવૂડ યુકે મીડિયા (Abhishek Bachchan Reacts) દ્વારા ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના ડિવોર્સની ચર્ચા પર પહેલી વખત પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન અભિષેકે તેના લગ્નની વીંટી કૅમેરામાં બતાવીને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ખરેખર હજી પણ પરિણીત છે. અભિષેકે કહ્યું કે, “મારી પાસે આ બધી અફવાઓ વિશે તમને કહેવા માટે કંઈ જ નથી. તમે બધાએ આખી વાતને પ્રમાણની બહાર ઉડાવી દીધી છે જે એકદમ દુઃખની વાત છે. હું સમજું છું કે તમે આવું શા માટે કરો છો. તમારે કેટલીક સ્ટોરી ફાઇલ કરવી પડશે જેથી તે ઠીક છે અને અમે સેલિબ્રિટી છીએ તે માટે અમને તેની સામે લડવું પડશે."
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના (Abhishek Bachchan Reacts) રેડ કાર્પેટ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન માત્ર દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. જ્યારે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન અને તેમના પતિ નિખિલ નંદા સહિત સમગ્ર બચ્ચન પરિવારે આ સમારોહમાં એકસાથે હાજરી આપી હતી. વધુમાં, તાજેતરમાં ઐશ્વર્યા પણ તેના પતિ અભિષેક બચ્ચન વગર જ અમેરિકામાં વેકેશન કરતી જોવા મળી હતી. આ તમામ કિસ્સાઓને કારણે ઘણા લોકો માને છે કે તેઓ બંને ખરેખર છૂટાછેડા તરફ આગળ વધી શકે છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનને બૉલિવૂડના (Abhishek Bachchan Reacts) પ્રથમ પાવર કપલ્સમાંના એક માનવામાં આવતા હતા, જેમાં બંને કલાકારો તેમની કારકિર્દીની ટોચ પર લગ્ન કરી રહ્યા હતા. આ દંપતીએ 2007માં લગ્ન કર્યા હતા અને 2011માં આરાધ્યા નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા. જ્યારે ઐશ્વર્યાએ મણિ રત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન’ (ભાગ 1 અને 2) માં તે છેલ્લે જોવા મળી હતી અને તેમ જ તેણેમાતા બન્યાના પછી ફિલ્મો અને બીજા પ્રોજેક્ટ્સમાં કામ કરવાનું ઓછું કરી દીધું હતું. તેમ જ અભિષેક બચ્ચન તેની ફિલ્મો, વેબ-સિરીઝ અને બીજા ઉદ્યોગમાં વ્યસ્ત હતો.