27 July, 2024 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ફાઇલ તસવીર)
બૉલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન (Abhishek Bachchan Aishwarya Rai Relationship) ફિલ્મ જગતના સૌથી પ્રખ્યાત કપલમાંથી એક છે. જોકે છેલ્લા અનેક્સ સમયથી અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન જીવનમાં કોઈ કારણને લીધે મુશ્કેલી આવી છે જેથી તેઓ ડિવોર્સ લઈને અલગ થવાના છે એવી જોરદાર ચર્ચા તેમના ફેન્સ વચ્ચે શરૂ છે. અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાની ચર્ચા વચ્ચે અભિષેકનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેથી હવે આ ચર્ચાએ ફરી એક વખત વેગ પકડ્યો છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સના અટકળા (Abhishek Bachchan Aishwarya Rai Relationship) વચ્ચે અભિષેક બૉલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને કાર્તિક આર્યનને લગ્નની સલાહ આપી રહ્યા હોવાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિષેક જેણે 2007 થી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા, તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “પ્રેમ અને પરસ્પર આદર એ સંબંધના સૌથી મહત્ત્વપૂર્ણ પાસાઓ છે.
વીડિયોમાં આગળ અભિષેકે સૂચવ્યું કે “લગ્ન કરવાનો નિર્ણય પ્રેમ અને આદર પર આધારિત હોવો જોઈએ, જેમ કે રણબીર અને આલિયા ભટ્ટ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું, જેમણે એપ્રિલ 2022 માં લગ્ન કર્યા હતા.” આ વાતચીત દરમિયાન, રણબીરે રમૂજી રીતે કહ્યું હતું કે “અભિષેક અને મારે લગ્નની માટે કાર્તિક આર્યનને સલાહ (Abhishek Bachchan Aishwarya Rai Relationship) આપવી જોઈએ. રણબીરની આ સલાહ પર કાર્તિકે રમૂજી રીતે ટિપ્પણી કરત કહ્યું હતું કે “તેઓને લગ્ન કરવા માટે સલાહ આપવામાં આવી હતી. અભિષેકે કાર્તિક સાથે તેના સંબંધની પુષ્ટિ કરીને જવાબ આપ્યો અને કહ્યું કે “તેઓ હવે કાર્તિકને સાપોર્ટ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.”
ઐશ્વર્યા સાથે ડિવોર્સની ચર્ચા હોવા છતાં જુનિયર બચ્ચન (Abhishek Bachchan Aishwarya Rai Relationship) આગામી સમયમાં ફિલ્મોમાં જોવા મળવાનો છે. અભિષેક શાહરુખ ખાન સાથે તેની આગામી ફિલ્મ `ધ કિંગ`માં દેખાય તેવી શક્યતા છે. આ ફિલ્મમાં શાહરૂખની દીકરી સુહાના ખાન પણ જોવા મળવાની છે. અભિષેકની પણ આ વર્ષે એક ફિલ્મ રિલીઝ થવાની છે, જેનું નિર્દેશન રેમો ડિસોઝાએ કર્યું આવ્યું છે અને તેમાં નોરા ફતેહી તેની સાથે સ્ક્રીન શૅર કરશે પોતાના અંગત જીવનને લઈને અભિષેક બચ્ચને એવો ખુલાસો કર્યો છે કે તે ફરી એક વખત પત્ની ઐશ્વર્યા સાથે અલગ થવાની ચર્ચાનું કારણ બન્યો છે. છેલ્લા અઠવાડિયે અભિષેકે છૂટાછેડાના પડકારોને લઈને એક પોસ્ટ લાઈક કરી હતી જેથી ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના તેના લગ્ન વિશે અટકળોને વધી ગયો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ કપલ અલગ-અલગ આવતા જોવા મળ્યા પછી તરત જ આ અભિષેકે ડિવોર્સની પોસ્ટ લાઈક કરત તેમના સંબંધો વિશે લોકોમાં વધુ ઉત્સુકતા વધી.