13 April, 2024 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ શર્મા
આયુષ શર્માએ તેની આગામી ફિલ્મ ‘રુસલાન’ માટે પચીસ દિવસમાંબૉડી-ફૅટ ઘટાડી હતી. એના માટે તેણે સખત વર્કઆઉટ કર્યું હતું અને ફિટનેસ પર ધ્યાન આપ્યું હતું. આ ફિલ્મ ૨૬ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળેલું તેનું બૉડી ચર્ચાનો વિષય બન્યું છે. એના માટે તેણે કરેલા પરિશ્રમ વિશે આયુષ કહે છે, ‘ડિરેક્ટરે મને જ્યારે જણાવ્યું કે આપણે આગામી પચીસ દિવસમાં બેર-બૉડી ફાઇટ સીક્વન્સ શૂટ કરવાના છીએ ત્યારથી મેં ફિટનેસ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. અઝરબૈજાનમાં અમે માઇનસ ૬ ડિગ્રીમાં શૂટિંગ કર્યું હતું.
સિનેમૅટિકલી ઍબ્સ ખૂબ જરૂરી છે અને મસલ્સ તો તમને ક્યારે પણ છેતરી જશે. એ પાછા મેળવવામાં સમય લાગે છે. સિક્સ-પૅક હંમેશાં રાખવી હેલ્ધી નથી. શેપમાં રહેવા માટે મેં બેસ્ટ આપ્યું છે. આખા વર્ષ દરમ્યાન એને જાળવી રાખવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય નથી અને એની સલાહ પણ ન આપી શકાય. શરીરને ચોક્કસ પ્રકારની ડાયટ આપવી પડે છે. એથી મેં ઘરના બનાવેલા ભોજનનો આગ્રહ રાખ્યો હતો. મને જ્યારે ઍક્શન સીક્વન્સ નરેટ કરવામાં આવી તો હું એક્સાઇટેડ થઈ ગયો હતો. ‘રુસલાન’ની એ સીક્વન્સ અમે ફ્રીઝિંગ ક્લાઇમેટમાં શૂટ કરી હતી. આખી ટીમ પણ એના માટે ઉત્સુક હતી. ટ્રેઇનર રાજેન્દ્ર ઢોલેએ બરાબર પચીસમા દિવસે મારી બૉડી-ફૅટ ઘટાડી દીધી હતી અને મને ‘રુસલાન’ માટે તૈયાર કરી દીધો હતો. સખત વર્કઆઉટની સાથે
કાર્ડિયો કરતો હતો. મારું એટલું જ કહેવું છે કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. તમારા શરીરમાં સ્ટ્રૉન્ગ મસલ તમારું દિમાગ છે.’