પકડાઈ જવાની ચિંતા ન કર, તું સલમાન સાથે છે

19 October, 2024 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વાર ફૂટપાથ પર આમતેમ ગાડી ચલાવતા સલમાને સાથે બેઠેલા આસિફ શેખ સામે ફાંકો મારેલો

આસિફ શેખ, સલમાન ખાન

બાબા સિદ્દીકીની હત્યા બાદ અત્યારે સલમાન ખાનને Y પ્લસ સિક્યૉરિટી આપવામાં આવી છે. નેતાઓ તથા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ દહેશત છે. સલમાન ખાનના નજીકના દોસ્તો અને કો-સ્ટાર્સ ચિંતિત છે. એવા જ એક કો-ઍક્ટર આસિફ શેખે સલમાન સાથેનો એક કૉમિક કિસ્સો શૅર કર્યો છે.

આસિફ શેખે ૧૯૯૮ની ફિલ્મ ‘બંધન’ના શૂટિંગ દરમ્યાનનો કિસ્સો ઇન્ટરવ્યુમાં જણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘અમે ‘બંધન’ ફિલ્મનું શૂટિંગ કરતા હતા ત્યારે જુવાની પુરબહારમાં હતી. સલમાને સારી બૉડી બનાવેલી. તેણે મને પોતાની કારમાં બેસાડ્યો અને ફુટપાથ પર આમતેમ કાર ચલાવવાનું શરૂ કર્યું. મેં કહ્યું, ભાઈ પકડાઈ જઈશું. તો તેણે કહ્યું કે ચિંતા નહીં કર, તું સલમાન ખાન સાથે છે.’

સલમાન ખાનની કારને આગળ ટ્રાફિક-પોલીસે રોકી લીધી એમ જણાવતાં આસિફ શેખ આગળ કહે છે, ‘સલમાન ખાને કાચ નીચો કર્યો તો ટ્રાફિકવાળાઓ સાચે જ સલમાન ખાનને ન ઓળખ્યો. સલમાને મને કહ્યું કે યાર, આ તો મને ન ઓળખ્યો. મેં કહ્યું, શર્ટ ઉતાર, કદાચ ઓળખી જાય.’ 

Salman Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news