01 April, 2023 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘આશિકી 3’ને ડબ્બામાં બંધ કરી દેવાની અફવાએ જોર પકડ્યું હતું, પરંતુ ફિલ્મનાં નજીકનાં સૂત્રોએ એને અફવા જણાવી છે. આ ફિલ્મની જાહેરાત જ્યારથી કરવામાં આવી છે ત્યારથી લોકોમાં એને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. આ વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મ માટે ફીમેલ લીડની શોધ ચાલી રહી છે. કાર્તિક હાલમાં ‘સત્યપ્રેમ કી કથા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાના ભાગનું શૂટિંગ પૂરું કરીને તે ‘આશિકી 3’ના ડિરેક્ટર અનુરાગ બાસુને અને પ્રોડ્યુસર ભૂષણ કુમારને મળવા પહોંચી ગયો હતો. હવે ફિલ્મનાં નજીકનાં સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે આ ફિલ્મને બંધ કરવાની છે એ નરી અફવા છે. કાર્તિક અને અનુરાગ વચ્ચે ફિલ્મને લઈને ચર્ચા થઈ હતી. અનુરાગ હાલમાં ‘મેટ્રો ઇન દિનોં’માં બિઝી છે. ‘આશિકી 3’ પર પૂર્ણવિરામ નથી મૂકવામાં આવ્યું. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.