12 May, 2024 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાનની ઇચ્છા છે કે ‘સરફરોશ 2’ બને. ડિરેક્ટર જૉન મૅથ્યુ મથાને બનાવેલી ‘સરફરોશ’ની રિલીઝને પચીસ વર્ષ પૂરાં થયાં છે એ નિમિત્તે એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ જુહુના PVRમાં યોજાયું હતું. એ દરમ્યાન ફિલ્મના ડિરેક્ટર સાથે આમિર ખાન, નસીરુદ્દીન શાહ, સોનાલી બેન્દ્રે બહલ અને મુકેશ રિશી હાજર હતાં. દરમ્યાન આ ફિલ્મની સીક્વલની હિન્ટ આપતાં આમિરે કહ્યું કે ‘હું એક વાતની ખાતરી આપું છું કે યોગ્ય સ્ક્રિપ્ટ અને યોગ્ય ફિલ્મ બનાવવા માટે અમે ચોક્કસ ગંભીરતાથી વિચારીશું. એથી જૉન, તારે હવેથી એના પર કામ શરૂ કરવાનું છે. હું પણ માનું છું કે ‘સરફરોશ 2’ બનવી જોઈએ.’