ચેન્નઈમાં મિચોંગ તોફાનમાં ફસાયા આમિર ખાન, આ રીતે થયા રેસ્ક્યૂ

05 December, 2023 06:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સામાન્ય માણસથી લઈને આ તોફાનમાં આમિર ખાન અને અભિનેતા વિષ્ણુ વિશાલ પણ ફસાયેલા હતા જેમને 24 કલાક બાદ ફાયર બ્રિગેડ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટે બહાર કાઢ્યા. સોશિયલ મીડિયા પર તેમની અનેક તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

આમિર ખાન (ફાઈલ તસવીર)

Aamir Khan Stuck In Chennai Flood મિચોંગ તોફાને ચેન્નઈના કરાપક્કમ વિસ્તારને બરબાદ કરી નાખ્યા છે. સામાન્ય માણસથી લઈને આ તોફાનમાં આમિર ખાન અને અભિનેતા વિષ્ણુ વિશાલ પણ ફસાયેલા હતા જેમને 24 કલાક બાદ ફાયર બ્રિગેડ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટે બહાર કાઢ્યા. સોશિયલ મીડિયા પર તેમની અનેક તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

છેલ્લા કેટલાક દિવસથી ચક્રવાતી તોફાન મિચોંગે તામિલનાડુ અને તેની આસ-પાસના વિસ્તારોને સંપૂર્ણ રીતે તબાહ કરી દીધા છે. આ તોફાનથી અત્યાર સુધી સૌથી વધારે નુકસાન ચેન્નઈમાં થયું છે.

આ શહેર પાણીમાં તરતું જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે અનેક લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે. તો હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે જાણીતા અભિનેતા પણ આ તોફાનમાં ફસાયા હતા. જાણીતા અભિનેતા આમિર ખાન અને વિષ્ણુ વિશાલ પણ આ તોફાનમાં ફસાયા.

ચેન્નઈમાં ફસાયા આમિર ખાન
મિચોંગ તોફાને ચેન્નઈના કરાપક્કમ વિસ્તારને બરબાદ કરી દીધો છે. સામાન્ય માણસથી લઈને આ તોફાનમાં આમિર ખાન અને અભિનેતા વિષ્ણુ વિશાલ પણ ફસાયા હતા, જેમને 24 કલાક પછી અગ્નિશમન અને બચાવ વિભાગે બહાર કાઢી લીધા છે.

વિષ્ણુ વિશાલે શૅર કરી તસવીર
આની માહિતી સોશિયલ મીડિયા પર વિષ્ણુ વિશાલે તસવીરો શૅર કરીને આપી છે. વિષ્ણુ વિશાલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ખુલાસો કર્યો છે કે તેમને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે બે તસવીરો શૅર કરી છે, જેમાં આમિર ખાન રેસ્ક્યૂ બોટમાં બેઠેલા જોવા મળે છે.

સૂર્યા અને કાર્તિએ કરી મદદ
જણાવવાનું કે, સાઉથ એક્ટર્સ સૂર્યા અને કાર્તિએ ચેન્નઈમાં રાહત કાર્યો અને લોકોની મદદ માટે પોતાનો હાથ લંબાવ્યો છે. માહિતી છે કે સ્ટાર્સે 10 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. આ પૈસા એક્ટર્સના ફેન ક્લબ દ્વારા ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવશે. આની માહિતી ટ્રેડ એક્સપર્ટ મનોબાલા વિજયબાલને ટ્વિટર એટલે કે એક્સ પર શૅર કરી છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ બંગાળની ખાડી પરનો પ્રેશર એરિયા `સાયક્લોનિક સ્ટોર્મ`માં પરિવર્તિત થયો છે. જેને `મિચોંગ` (Cyclone Michaung) નામ આપવામાં આવ્યું છે. તે આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે પહોંચવાની આશા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ બાબતેની માહિતી આપી હતી. 

હવામાન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ગંભીર ચક્રવાતી તોફાન `મિચોંગ` (Cyclone Michaung) આજે બપોરે 2.30 વાગ્યે ચેન્નાઈથી 100 કિમી ઉત્તર-પૂર્વમાં અને નેલ્લોરથી 120 કિમી દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પર કેન્દ્રિત છે." તે ધીમે ધીમે તીવ્ર બનશે અને ઉત્તર તરફ આગળ વધશે. આ સાથે જ 5 ડિસેમ્બરની બપોરે એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે નેલ્લોર અને માછલીપટ્ટનમની વચ્ચે બાપટલા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પાર કરશે. વાવાઝોડાની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને પુડુચેરીમાં જોવા મળશે.

aamir khan chennai cyclone bollywood news bollywood gossips bollywood tamil nadu national news