સાઉથના ડિરેક્ટર લોકેશની ફિલ્મમાં દેખાશે આમિર?

20 August, 2024 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી

આમિર ખાન

સાઉથ ઇન્ડિયન ફિલ્મના ડિરેક્ટર લોકેશ કનગરાજની આગામી પૅન ઇન્ડિયા ફિલ્મમાં આમિર ખાન દેખાય એવી શક્યતા છે. બન્ને વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ૨૦૨૨માં આવેલી ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર જોવા મળ્યો હતો. તો લોકેશે છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લીઓ’ ડિરેક્ટ કરી હતી. આમિરે પહેલાં પણ સાઉથના ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ સાથે ૨૦૦૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગજની’માં કામ કર્યું હતું. હવે આમિર લોકેશ કનગરાજની સાથે કામ કરશે એવી ચર્ચા ચગી છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. એ ફિલ્મને બધી ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

aamir khan upcoming movie entertainment news bollywood bollywood news