05 December, 2022 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાને કુટુંબની નબળી આર્થિક સ્થિતિને યાદ કરતાં જણાવ્યું હતું કે તેના પિતાની તકલીફ જોઈને તેને પણ દુ:ખ થતું હતું. તેણે જણાવ્યું છે કે તેના પિતા તાહિર હુસેન ફિલ્મ પ્રોડ્યુસર હોવાથી લોકોને એમ લાગતું હતું કે તેઓ આલીશાન લાઇફ જીવી રહ્યા છે. તેના પિતાએ ફિલ્મો પ્રોડ્યુસ કરવા માટે ઘણી લોન લીધી હતી. પોતાના એ કપરા દિવસોને યાદ કરતાં આમિર ખાને કહ્યું કે ‘અબ્બા જાનને જોઈને અમને ખૂબ તકલીફ થતી હતી. તેઓ ખૂબ સીધા માણસ હતા. તેઓ એટલા સરળ હતા કે તેમને એટલી પણ સમજ ન પડી કે તેમણે આટલીબધી લોન ન લેવી જોઈએ. તેમની પાસે પૈસા નહોતા. તેમને પ્રૉબ્લેમમાં જોઈને તકલીફ થતી હતી કેમ કે જેમની પાસેથી તેમણે પૈસા લીધા હતા એ લોકોના ફોન આવતા હતા. તેઓ ફોન પર ઝઘડવા લાગતા હતા. તેઓ કહેતા કે ‘મૈં ક્યા કરું, મેરે પાસ પૈસે નહીં હૈ. મેરી ફિલ્મ અટકી હૈ, મેરે ઍક્ટર્સ કો બોલિએ ડેટ્સ દે મુઝે. મૈં ક્યા કરું?’