24 March, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લિટ્ટી ચોખાનો સ્વાદ માણતો આમિર ખાન અને દુકાનોના બોર્ડ પર લાગેલ તેની તસવીર
બિહાર દિવસના ઉપલક્ષમાં એ જાણવાનું તમને ખૂબ જ ગમશે કે કઈ રીતે એક્ટર આમિર ખાને લિટ્ટી ચોખા (Aamir Khan Eat LItti Chokha)ને દેશભરમાં લોકપ્રિયતા આપવી. આવો, તે વિષે તમને વિશેષ જાણકારી આપીએ.
જ્યારે જ્યારે લિટ્ટી ચોખાનું નામ આપણી સામે આવે છે કે તરત જ મોંમાં પાણી પણ આવી જાય છે, તે વાત સ્વાભાવિક છે. બિહારની આ ખાસ વાનગી તેના અદભૂત સ્વાદ અને સ્વદેશી શૈલી માટે ન માત્ર બિહારમાં જ પર્ણતુ સમગ્ર દેશમાં જાણીતી છે. લિટ્ટી આમ તો મૂળભૂત રીતે સત્તુ, સરસવના તેલ અને મસાલાઓથી ભરેલા ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. તેને સગડી પર ઓછી આંચ પર શેકવામાં આવે છે. જેમ જેમ તે ધુમાડાને કારણે તૈયાર થતી જાય છે તેમ તેમ તેનો સ્વાદ વધતો જાય છે.
Aamir Khan Eat LItti Chokha: લિટ્ટી વિષે આપણે વાત કરી, હવે ચાલો ચોખા વિષે. ચોખા એટલે આ બાફેલા બટાટા, શેકેલા રીંગણ અને ટામેટાંને મસાલા સાથે મેશ કરીને તૈયાર કરવામાં આવતી વાનગી. જ્યારે તેને કાચું જ ખાવામાં આવે, ત્યારે તેનો સ્વાદ જબરદસ્ત હોય છે. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બિહારની શેરીઓથી માંડીને મોટી હૉટલો સુધી, લિટ્ટી ચોખા દર જગ્યાએ મળી રહે છે.
આજે બિહાર દિવસના અવસરે જો લિટ્ટી ચોખાને ન માણીએ તો આ ઉજવણીમાં કંઇક અધૂરુપ હોય એવું લાગે. આ વાનગી માત્ર સામાન્ય લોકોમાં જ નહીં, પણ હસ્તીઓને પણ ખૂબ જ ભાવે છે. તે લોકોમાં પણ આ વાનગી ખૂબ જ લોકપ્રિય છે. તેમાં બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન પણ બાકી ન રહે. વળી, એ તો આ વાનગીના સૌથી મોટા ચાહકોમાંથી એક છે. એવું પણ કહે છે કે તેમણે આ પ્રતિષ્ઠિત વાનગીને લોકપ્રિય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
આમિર ખાનનો લિટ્ટી ચોખા (Aamir Khan Eat LItti Chokha) પ્રત્યેનો પ્રેમ ક્યાં અજાણ્યો છે! વાત કરીએ તે સમયની જ્યારે તે પટણાની મુલાકાતે આવ્યો હતો. પટણાની મુલાકાત દરમિયાન તેણે અહીંની એક સ્થાનિક દુકાનની મુલાકાત લીધી હતી અને બિહારની આ પ્રખ્યાત વાનગીનો આનંદ માણ્યો હતો. આ વાનગી પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું કે, "આનો સ્વાદ અનોખો હોય છે, મને લિટ્ટી ચોખા ખાવાનું ખૂબ જ પસંદ છે."
જ્યાં તેણે લિટ્ટી ચોખા (Aamir Khan Eat LItti Chokha)નો સ્વાદ માણ્યો હતો તે જ દુકાનના માલિકના આ વિષે વાત કરતાં કહે છે કે આમિર ખાન 2012માં મારે ત્યાં આ દુકાનમાં આવ્યો હતો અને તેના આવ્યા પછીથી જાણે મારી દુકાનની લોકપ્રિયતા સારી એવી વધી ગઈ છે. મોટેભાગે ખાસ તો લોકો એ જ પૂછવા માટે અહીં આવે છે કે આમિર ખાનને કઈ લિટ્ટી ખાધી હતી?
આમિર ખાનના લિટ્ટી ચોખા (Aamir Khan Eat LItti Chokha) ખાવા પછી તો આ વાનગીની લોકપ્રિયતા બિહારની બહાર પણ ઝડપથી વધવા લાગી. ઘણા દુકાનદારોએ તેમના સ્ટોલ પર તેના ફોટોગ્રાફ મૂકીને ગ્રાહકોને આકર્ષવાનું શરૂ કર્યું. એવું કહી શકાય કે આમિરને કારણે તે એક ટ્રેન્ડ બની ગયો હતો, અને એના પછી તો વિકી કૌશલ અને કાર્તિક આર્યન જેવા અભિનેતાઓએ પણ લિટ્ટી ચોખાનો ટેસ્ટ માણ્યો હતો.
આમિરની પસંદગીએ આ વાનગીને માત્ર લોકોમાં ચાહના જ નહોતી અપાવી પરંતુ ઘણા લોકોને બિહારમાં આવવા અને તેનો સ્વાદ માણવા માટે પણ પ્રેરિત પણ કર્યા હતા. તેમના પ્રભાવથી આ વાનગી વધુ લોકપ્રિય બની હતી. અને તેના પછી તો ફૂડ લવર્સ માટે તો આ વાનગી એકવાર તો એકવાર અવશ્ય ચાખવી જ છે એવો ટ્રેન્ડ થઈ ગયો છે.