07 January, 2025 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘આઝાદ’નું ટ્રેલર લૉન્ચ ઇવેંટ
અજય દેવગન તેના ભત્રીજા અમન દેવગન અને રવીના ટંડનની દીકરી રાશા થડાનીને ચમકાવતી ફિલ્મ ‘આઝાદ’નું ટ્રેલર લૉન્ચ કરવાની ગઈ કાલે યોજાયેલી ઇવેન્ટ અનોખી હતી. આ ઇવેન્ટમાં એક ઘોડો પણ હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ફિલ્મમાં ઘોડાનું પાત્ર કેન્દ્રસ્થાને છે. હકીકતમાં ફિલ્મનું શીર્ષક ઘોડાના નામ પરથી જ છે. ઘોડો સ્ટેજ પર આવ્યો ત્યારે અજય તેને પસવારતો જોવા મળ્યો હતો અને તેણે દીકરા યુગને પણ સ્ટેજ પર બોલાવ્યો હતો.