લતા મંગેશકરના છ કલાકના રેડિયો ઇન્ટરવ્યુની બનાવવામાં આવી બુક

12 October, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૫ વર્ષની તેમની મ્યુઝિકલ જર્નીમાં તેમને શરૂઆતથી લઈને તેમની સાથે સંકળાયેલા દરેક માણસને ટ્રિબ્યુટ આપવું હતું.

લતા મંગેશકર

લતા મંગેશકરે ઓલ ઇન્ડિયા રેડિયો માટે છ કલાકનું ઇન્ટરવ્યુ આપ્યું હતું. એ સમયે આટલું મોટુ ઇન્ટરવ્યુ આપનાર તેઓ પહેલી બોલીવુડની સેલિબ્રિટીઝ હતી. આ ઇન્ટરવ્યુને ૧૯૯૯ના સપ્ટેમ્બરમાં અને ૨૦૦૦ના જાન્યુઆરીમાં એમ બે સેશનમાં રજૂ કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં ચાર કલાકનું અને જાન્યુઆરીમાં બે કલાકના ઇન્ટરવ્યુ માટે એ સમયે સરકારે તેમના કેટલાક નિયમોને પોતે તોડ્યા હતા જેથી આ ઇન્ટરવ્યુને લોકો માટે રજૂ કરી શકાય. આ ઇન્ટરવ્યુ પરથી ૫૫૦ પાનાંની બુક લખવામાં આવી છે. આ ઇન્ટરવ્યુ રેડીયો જૉકી અનિરુદ્ધ ચાવલાએ લીધો હતો અને તેણે આ બુક પણ લખી છે. આ વિશે અનિરુદ્ધે કહ્યું કે ‘લતાજીએ પહેલી વાર ૧૯૪૫માં ગીત ગાયું હતું. તેમણે ૨૦૦૦ સુધી સતત ગીતો ગાયાં હતાં. ત્યાર બાદ પણ કોઈ-કોઈ ગીતો તેમણે ગાયાં હતાં. ૭૫ વર્ષની તેમની મ્યુઝિકલ જર્નીમાં તેમને શરૂઆતથી લઈને તેમની સાથે સંકળાયેલા દરેક માણસને ટ્રિબ્યુટ આપવું હતું. એ ઇન્ટરવ્યુ પરથી હવે મેં બુક લખી છે, જેનું નામ ‘તેરે સૂર ઔર મેરે ગીત’ રાખવામાં આવ્યું છે અને એ શુક્રવારે રિલીઝ કરવામાં આવશે. સંજોગની વાત એ છે કે તેર ઑક્ટરોબરે નૅશનલ સિનેમા દિવસ પણ છે.’

lata mangeshkar all india radio bollywood news bollywood gossips bollywood entertainment news