22 April, 2019 10:09 AM IST |
આખરે સૂર્યવંશીમાં હવે હિરોઈનની એન્ટ્રી થઈ ગઈ છે. કેટરિના કૈફ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે હશે કે નહીં તેની લાંબી ચર્ચા બાદ ફિલ્મમાં કેટની એન્ટ્રી કન્ફર્મ થઈ છે. મિડ ડે સાથે વાતચીત દરમિયાન ડિરેક્ટર રોહિત શેટ્ટીની ટીમે કેટરીના કૈફ ફિલ્મમાં હોવાની વાત સ્વીકારી છે. અક્ષય કુમાર સાથે સિંગ ઈઝ કિંગ અને નમસ્તે લંડ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કેટરીના કૈફ સૂર્યવંશીમાં પણ હશે તેવી ચર્ચા બોલીવુડમાં ચાલી રહી હતી.
રોહિત શેટ્ટીના પ્રવક્તાએ એ વાત સ્વીકારી છે કે કેટરીના કૈફ સત્તાવાર રીતે ફિલ્મની સ્ટારકાસ્ટમાં સામેલ છે. મળતી માહિતી મુજબ કેટરીના કૈફ ફિલ્મમાં અક્ષયકુમારની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,'મેકર્સે કેટરીના કૈફને ફિલ્મમાં લીડ રોલ માટે 2019ની શરૂઆતમાં જ અપ્રોચ કર્યો હતો. ત્યારથી મેકર્સ અને કેટ વચ્ચે વાત ચાલી રહી હતી. તો વચ્ચે પૂજા હેગડે પણ આ ફિલ્મ સાતે જોડાય તેવી ચર્ચા હતી, જો કે રોહિત શેટ્ટીએ અફવા ફગાવી હતી. અક્ષય અને કેટરીના બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂક્યા છે. અક્ષય-કેટની જોડી ફેન્સમાં પોપ્યુલર હોવાની સાથે સાથે બોક્સ ઓફિસ પર પણ હિટ છે.'
પ્રોડ્યુસર કરણ જોહરે પણ ટ્વિટ કરીને કેટરીના કૈફનું વેલકમ કર્યું છે. કરણ જોહરે અક્ષયકુમાર, કેટરીના કૈફ, રોહિત શેટ્ટી સાથેનો પોતાનો ફોટો શૅર કરીને લખ્યું છે. સૂર્યવંશી ગર્લનું સ્વાગત છે. સાથે જ કરણ જોહરે પિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. સૂર્યવંશી 2020માં ઈદ પર રિલીઝ થશે. આ વર્ષે ઈદ પર કેટરીના કૈફ અને સલમાન ખાનની ફિલ્મ ભારત રિલીઝ થઈ રહી છે. તો 2020માં ઈદ પર સલમાન ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મ ઈન્શાહઅલ્લાહ રિલીઝ થશે.
આ પણ વાંચોઃ ફાઈનલી 19 વર્ષ બાદ શરૂ થશે 'હેરા ફેરી', પાછા ફરશે બાબુરાવ
ઉલ્લેખનીય છે સલમાન ખાન અને આલિયા ભટ્ટ સ્ટારર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પણ ઈદ પર જ રિલીઝ થવાની છે.