21 June, 2019 09:25 AM IST | મુંબઈ
શાહિદ કપૂર
શાહિદ કપૂરનું કહેવું છે કે તેને કોઈ ‘મૉડર્ન દેવદાસ’ કહીને બોલાવે તો એ તેના માટે એક પ્રશંસા છે. તેનું એમ પણ કહેવું છે કે ‘કબીર સિંહ’ અને ‘દેવદાસ’ વચ્ચે સરખામણી થશે, કારણ કે બન્ને ફિલ્મોમાં પોતાને તકલીફ આપતા પુરુષની સ્ટોરી છે. ‘કબીર સિંહ’માં શાહિદ સાથે કિઆરા અડવાણી પણ લીડ રોલમાં છે. આ વિશે વધુ જણાવતાં શાહિદે કહ્યું હતું કે ‘હું આ સરખામણીને એક પ્રશંસા તરીકે જ ગણીશ, કારણ કે ‘દેવદાસ’ એક ક્લાસિક ફિલ્મ છે જેની સ્ટોરી પોતાને જ હર્ટ કરતા પુરુષની છે. ફિલ્મનો હીરો પ્રેમમાં પાગલ છે. જો એ દૃષ્ટિએ જોવામાં આવે તો હા, બન્નેમાં સમાનતા દેખાશે. મારા મતે ફિલ્મમાં કબીરનું પાત્ર દીવાનગીની હદથી પ્રેમ કરે છે. જોકે જ્યારે તે પ્રેમમાં હારી જાય છે ત્યારે તે દુઃખી થાય છે અને પોતાની જાતને જ નુકસાન પહોંચાડે છે. કોઈ છોકરીને નફરત કરવી અઘરું છે. મારા મતે એથી જ તે પોતાને જ ધિક્કારવા લાગે છે.’
પોતાની ફિલ્મો જોવામાં ટાઇમ વેસ્ટ થતો લાગે છે શાહિદ કપૂરને
શાહિદ કપૂરનું કહેવું છે કે તેને પોતાની ફિલ્મો જોવી ટાઇમ વેસ્ટ કરવા સમાન લાગે છે, કેમ કે તેને લાગે છે કે આ ફિલ્મો તેના માટે બની જ નથી. ફિલ્મો વિશે વધુ જણાવતાં શાહિદે કહ્યું હતું કે ‘મેં જ્યારે ગુરુ દત્તની ‘પ્યાસા’ અને ‘સાહિબ બીબી ઔર ગુલામ’ જોઈ તો હિન્દી સિનેમા પ્રતિ હું આકર્ષાયો હતો. આ એવી ફિલ્મો છે જે હંમેશાં મારી સાથે જ રહેશે. પહેલાં હું દૂરદર્શન પર જે પણ આવતું હતું ઉદાહરણ તરીકે ‘હી-મૅન’ તો હું એ જોતો હતો. જોકે હવે હું જે પણ જોઉં છું એને લઈને ખૂબ સિલેક્ટિવ બની ગયો છું. મારી કેટલીક એવી ફિલ્મો છે જેને જોઈને હું ટાઇમ વેસ્ટ નથી કરવા માગતો.
આ પણ વાંચો : વર્લ્ડ રેફ્યુજી ડેને પ્રિયંકા ચોપડા જોનસે બાળકો સાથે સેલિબ્રેટ કર્યો
મને લાગે છે કે એ ફિલ્મો મારા માટે બની જ નથી. ક્યારેક હું ફિલ્મો જોઉં છું તો લાગે છે કે આ એવી ફિલ્મો નથી જેને હું થિયેટરમાં જઈને જોઈ શકું. ‘જાને ભી દો યારો’ મારી ફેવરિટ ફિલ્મ છે. જો તમે એમ માનો કે ‘અંદાઝ અપના અપના’ ગ્રેટ છે તો તમારે ‘જાને ભી દો યારો’ અચૂક જોવી જોઈએ જેથી તમે જાણી શકશો કે ‘અંદાઝ અપના અપના’ શું કામ બનાવી.’