28 January, 2019 10:21 AM IST | | ઉપાલા કેબીઆર
શાહરુખ ખાન
શાહરુખ ખાન જલદી જ ‘ડૉન 3’માં જોવા મળે એવી પણ શક્યતા વર્તાઈ રહી છે. શાહરુખે તાજેતરમાં જ ઍસ્ટ્રોનૉટ રાકેશ શર્માની બાયોપિક કરવાની ના પાડી છે. શાહરુખને લઈને ડિરેક્ટર ફરહાન અખ્તર અને પ્રોડ્યુસર રિતેશ સિધવાણીએ ‘ડૉન 3’ પર કામ કરવાની શરૂઆત કરી હોવાની ચર્ચા છે. ફ્રૅન્ચાઇઝી માટે ફરહાન અને શાહરુખ યોગ્ય સ્ક્રિપ્ટ શોધી રહ્યા છે. સ્ક્રિપ્ટ માટે હજી થોડા મહિના પસાર થઈ જશે. એ દરમ્યાન ફરહાન તેની આગામી ફિલ્મ ‘તૂફાન’ના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. શાહરુખ તેની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બિઝી રહેશે. બન્નેની વ્યસ્તતાને કારણે ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં અથવા તો 2020માં શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : રામ લખનનાં ત્રીસ વર્ષને સેલિબ્રેટ કરતાં માધુરી દીક્ષિત અને અનિલ કપૂર
2011માં આવેલી ‘ડૉન ૨’ની જેમ જ આ ફિલ્મને પણ મલેશિયામાં શૂટ કરવામાં આવશે. ફિલ્મની ટીમે મલેશિયામાં શૂટિંગની સબસિડી માટે અપ્લાય પણ કર્યું છે. ‘મિડ-ડે’એ જ્યારે ફરહાનને પૂછ્યું કે શું આ વર્ષે તે ‘ડૉન 3’નું શૂટિંગ શરૂ કરશે, જેનો જવાબ આપતાં ફરહાને કહ્યું હતું કે આ વર્ષે હું ‘તૂફાન’ પર કામ કરી રહ્યો છું.