20 June, 2019 12:06 PM IST | મુંબઈ
આજકાલ સારા અલી ખાનના બાળપણની ચર્ચાઓ બી ટાઉનમાં ખૂબ જ ચાલી રહી છે. ત્યારે હવે સારા અલી ખાનનો એક બાળપણનો ક્યુટ વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે સૈફ અલી ખાન સાથે મસ્તી કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં ઝમકૂડી સારા અલી ખાન ઢિંગલી જેવી લાગી રહી છે. આ વીડિયો સારા અલી ખાનની ફૅન ક્લેબ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે, જેમાં સૈફ અલી ખાન પોતાની પુત્રી સાથે ફિલ્મના સેટ પર મજાક મસ્તી કરી રહ્યો છે.
આ વીડિયોમાં ગુલાબી ફ્રોકમાં ગોળમટોળ સારા અલી ખાન દેખાઈ રહી છે. જેની ડબલ બન હેરસ્ટાઈલ અને ક્યુટનેસ જોઈને તમે પણ ખુશ થઈ જશો. આ વીડિયોમાં સારા અલી ખાન પહેલા પપ્પા સૈફ અલી ખાન સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે, અને પાછળથી તે બુક લઈને અંદર કંઈ શોધતી દેખાઈ રહી છે. સૈફ અલી ખાન તેની સાથે વાતો કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે, અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સ આ વીડિયો પર વ્હાલ વરસાવી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ વીડિયોમા સારા અલી ખાન તેના કઝિન ઈનાયા ખેમુ અને તૈમુર જેવી જલાગી રહી છે. ફેન્સ આ અંગેની કમેન્ટ્સ પણ વીડિયો પર કરી રહ્યા છે. એક ફેને લખ્યું,'શું તે સોહા અલી ખાનની પુત્રી ઈનાયા જેવી નથી લાગતી ?' તો એકે લખ્યું કે 'તે તૈમુર જેવી લાગે છે.'
ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન તેના પિતા સૈફની ખૂબ જ ક્લોઝ છે. અને તે પપ્પા સાથેને ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ફાધર્સ ડે પર સારા અલી ખાને પિતા સૈફ સાથેનો થ્રો બૅક ફોટો શૅર કર્યો હતો.
આમ તો સારા અલી ખાન અને તેનો ભાઈ ઈબ્રાહિમ મમ્મી અમૃતા સિંઘ સાથે રહે છે, પરંતુ પિતા સૈફ સાથે પણ તેમના સારા સંબંધો છે. સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા બાદ પણ તેમના ફેમિલી રિલેશન ખૂબ જ સારા છે.
આ પણ વાંચોઃ વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?
વર્ક ફ્રંટની વાત કરીએ તો કેદારનાથ અને સિમ્બ બાદ હવે સારા અલી ખાન ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ સૈફ અલી ખાનની લવ આજ કલની સિક્વલ છે, જેમાં સારા અલી ખાન સામે કાર્તિક આર્યન છે.