23 March, 2019 11:29 AM IST |
કાર્તિક આર્યન અને સારા અલી ખાન
ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મનું શૂટિંગ કાર્તિક આર્યન અને સારા અલી ખાને શરૂ કરતાં તેઓ માનની લાગણી અનુભવી રહ્યાં છે. કાર્તિક અને સારા પહેલી વાર આ ફિલ્મમાં એકસાથે જોવા મïળવાનાં છે. બન્નેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘મારા ફેવરિટ ઇમ્તિયાઝ અલી સાથે ફિલ્મ શરૂ કરવી એ મારા માટે સન્માનની વાત છે. ૨૦૨૦ની ૧૪ ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. હા, આ જ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.’
આ પણ વાંચો : દીપિકા પાદુકોણનો એરપોર્ટ લૂક, આ સ્ટાર્સ પણ હાજર, જુઓ તસવીરો
આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી કે ‘ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મને લઈને હું ખૂબ જ સન્માન અનુભવું છું. હું તેમનો આભાર માનવાની સાથે જ ખૂબ ઉkસાહિત પણ છું. કાર્તિક આર્યન અને રણદીપ હૂડા સાથેની આ ફિલ્મ ૨૦૨૦ની ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.’