‘છોરી 2’ના સેટ પર જખમી થઈ નુસરત

10 December, 2022 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને ટી-સિરીઝ, ક્રિપ્ટ ટીવી અને અબુન્દન્તિયા એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે અને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરી રહ્યો છે

નુસરત ભરૂચા

નુસરત ભરૂચા તેની ‘છોરી 2’ના સેટ પર જખમી થઈ છે. એનો ફોટો તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. આ ફિલ્મ ૨૦૨૧માં આવેલી ‘છોરી’ની સીક્વલ છે. આ ફિલ્મમાં તે એક પ્રેગ્નન્ટ મહિલાના રોલમાં દેખાઈ હતી.

આ ફિલ્મને ટી-સિરીઝ, ક્રિપ્ટ ટીવી અને અબુન્દન્તિયા એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે અને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરી રહ્યો છે.

થોડા સમય અગાઉ જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના સેટ પર તેને કોણી પર ઈજા આવી છે. એના પર પટ્ટી લગાવેલી છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને નુસરતે કૅપ્શન આપી હતી, અને આવી રીતે કટ્સ અને ઉઝરડાની શરૂઆત થઈ ગઈ છે. 

entertainment news bollywood bollywood news bollywood gossips nushrat bharucha