midday

હું તેની નહીં, પરંતુ પાકિસ્તાન સરકારની વિરુદ્ધ છું:અર્કો પ્રાવો મુખરજી

20 February, 2019 11:45 AM IST  | 

હું તેની નહીં, પરંતુ પાકિસ્તાન સરકારની વિરુદ્ધ છું:અર્કો પ્રાવો મુખરજી
અર્કો પ્રાવો મુખરજી

અર્કો પ્રાવો મુખરજી

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ટી-સિરીઝ દ્વારા યુટ્યુબ પરથી આતિફ અસલમનું ગીત કાઢી નાખવામાં આવ્યું છે. આ ગીત સંગીતકાર અર્કો પ્રાવો મુખરજીએ કમ્પોઝ કર્યું હતું જેમાં આતિફ અને નુશરત ભરૂચા જોવા મYયાં હતાં. આ ગીતને ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું હતું અને એના બીજા જ દિવસે એટલે કે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે પુલવામામાં અટૅક થયો હતો. આ ગીતને કાઢી નાખવા વિશે અર્કો પ્રાવો મુખરજીએ કહ્યું હતું કે ‘આતિફ અથવા તો કોઈ પણ પાકિસ્તાની ટૅલન્ટ સાથે મારી કોઈ દુશ્મની નથી.

આ પણ વાંચો : નાયકની સીક્વલ બનાવવી સારો આઇડિયા છે : અનિલ કપૂર

હું ફક્ત પાકિસ્તાની સરકારની વિરુદ્ધ છું. તેઓ આતંકવાદને કન્ટ્રોલ નથી કરી શકતા અને એનાથી મને પ્રૉબ્લેમ છે, કારણ કે એનાથી આપણા લોકો અને જવાનોએ જીવ ગુમાવવા પડે છે. હું હિંસામાં નથી માનતો, પરંતુ જ્યારે આપણા લોકો લોહીમાં રગદોળાઈ રહ્યા હોય ત્યારે ચૂપ પણ ન બેસવું જોઈએ. આપણને બધાને શાંતિ જોઈએ છે, પરંતુ એનો મતલબ એ નથી કે કંઈ પણ થાય આપણે શાંત બેસી રહેવું.’

bollywood news pakistan pulwama district terror attack