24 June, 2019 11:12 AM IST | મુંબઈ
ક્રિતી સૅનન
ક્રિતી સૅનનનું કહેવું છે કે રિયલ લાઇફનાં ઇમોશન્સને રીલ લાઇફમાં બદલવાં અઘરું છે. તેના મતે ઍક્ટિંગ ટ્રિકી પ્રોફેશન છે. દિલજિત દોસંજ સાથે તેની ‘અર્જુન પટિયાલા’ ૨૬ જુલાઈએ રિલીઝ થવાની છે. તેનું એમ કહેવું છે કે કલાકારો પણ તેમની લાઇફમાં કપરા સમયમાંથી પસાર થતા હોય છે. આ વિશે વધુ જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘અમને કલાકારોને પણ જીવનમાં ટેન્શન અને સ્ટ્રેસ હોય છે.
એવામાં જો તમે ‘અર્જુન પટિયાલા’ જેવી ફિલ્મમાં કામ કરતા હો તો પોતાના તનાવને બાજુએ મૂકીને તમારે કામ પર ધ્યાન આપવાનું હોય છે. તમારે એવા પાત્રમાં ઢળવાનું હોય છે જે મોજમસ્તી કરતું હોય અને જોક્સ પણ શૅર કરતું હોય, જે ખરેખર અઘરું હોય છે. ‘લુકા છુપી’ના શૂટિંગ દરમ્યાન હું મારી પર્સનલ લાઇફમાં કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી. આમ છતાં મારે મારા કૉમિક ટાઇમિંગ પર ખાસ ધ્યાન આપવાનું હતું.
આ પણ વાંચો : રણબીર કપૂર સાથેના સંબંધો પર આલિયા ભટ્ટે કહ્યું કે 'નઝર ના લગે'
એક કલાકાર માટે એ બાબત ખૂબ મહત્ત્વ ધરાવે છે. તમે સ્ક્રીન પર તમારાં રિયલ ઇમોશન્સને ટ્રાન્સલેટ ન કરી શકો, કેમ કે એ હંમેશાં એ જ રહેવાનાં છે. તમારે તમારી પર્સનલ લાઇફના તનાવને બાજુએ મૂકવાનું રહે છે. આ પ્રોફેશન ખરેખર અઘરો છે, કારણ કે મારે એક વ્યક્તિ તરીકેની ક્રિતીને બાજુએ મૂકીને એક કલાકાર ક્રિતી પર ધ્યાન આપવાનું હોય છે; જે ખૂબ અઘરું છે.’