17 April, 2019 08:41 AM IST |
ફિલ્મ કલંકનો એક સીન
કરણ જોહરની મોસ્ટ અવેઈટેડ મલ્ટીસ્ટારર ફિલ્મ કલંક આજે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં સંજય દત્ત, માધુરી દિક્ષીત, આલિયા ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના કહેવા પ્રમાણે ફિલ્મ 168 મિનિટ એટલે કે 2 કલાક 48 મિનિટ લાંબી છે.
આટલી મોટી સ્ટારકાસ્ટ, ભવ્ય સેટ અને કરણ જોહરની ફિલ્મ હોવાને કારણે ફિલ્મ પાસેથી દરેકને જબરજસ્ત આશા છે. ફિલ્મ મોટો બિઝનેસ કરે તેવી પણ અપેક્ષા છે. સાથે જ ફિલ્મ બુધવારે રિલીઝ થઈ રહી છે. બુધવારે મહાવીર જયંતીની રજા હોવાને કારણે અને ગુડ ફ્રાઈડેની રજાને કારણે ફિલ્મ વહેલી રિલીઝ થઈ છે. ત્યારે ફિલ્મને લાંબા વીક એન્ડનો ફાયદો પણ મળશે. ત્યારે સવાલ એ છે કે કલંક બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી શક્શે કે નહીં.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ગિરીશ જોહરે કહ્યું,'કલંક બોલીવુડના ટોપમોસ્ટ પ્રોડક્શન હાઉસ ધર્મા જે મેગા બજેટ ફિલ્મો માટે જાણીતું છે, તેના દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે. ફિલ્મ મિડ વીક રિલીઝ થઈ રહી છે, એટલે મહાવીર જયંતીનો પણ ફાયદો મળશે. એટલે મેકર્સ શાનદાર રિલીઝની સાથે સાથે એવેન્જર્સની રિલીઝ પહેલા બિઝનેસ કરી લેવા ઈચ્છી રહ્યા છે. એવેન્જર્સ 26 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. લોંગ વીક એન્ડ પર ફિલ્મ રિલીઝ થઈ રહી હોવાને કારણે તેને જબરજસ્ત ઓપનિંગ મળે તેવી આશા છે. લોકો એકવાર તો ફિલ્મ જોશે જ. સાથે જ બીજી કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ રહી એટલે દર્શકોનો ફર્સ્ટ પ્રેફરન્સ પણ કલંક જ હશે.'
ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીત દરમિયાન ગિરીશ જોહરે ઓપનિંગમાં ડબલ ડિજિટ ફિગરની આશા વ્યક્ત કરી છે. ગિરીશ જોહરે કહ્યું,'આ ફિલ્મ આ વેકેશનની સૌથી મોટી રિલીઝ છે. મારા મતે ફિલ્મ પહેલા જ દિવસે 18-20 કરોડનું કલેક્શન કરી શકે છે. ઓડિયન્સના ફીડબેક પ્રમાણે તેમાં વધારો ઘટાડો થઈ શકે છે, જો કે 15 કરોડથી ઓછું તો નહીં જ થાય.'
આ પણ વાંચોઃ Video:જ્યારે આલિયાએ ચાલુ શૉમાં વરુણ ધવનને રણબીર કહી બોલાવ્યો !
તો ટ્રેડ એક્સપર્ટ જોગીન્દર તુતેજાના કહેવા પ્રમાણે કલંકનું એડવાન્સ બુકિંગ જ સારા બિઝનેસનો પુરાવો આપી રહ્યું છે. તુતેજાએ ટ્વિટ કરીને કહ્યું,'કલંકના એડવાન્સ બુકિંગના રિપોર્ટ્સ પ્રમામે શરૂઆત અત્યાર સુધી તો સારી છે. આ ફિલ્મ વરુણ ધવન અને આલિયા ભટ્ટ માટે પહેલા દિવસની સૌથી શાનદાર ઓપનિંગ બની શકે છે.'
જો કે બીજી તરફ IPLની અસર પણ કલંકના બોક્સ ઓફિસ કલેક્શન પર પડે તેવી શક્યતા છે. અત્યાર સુધી IPL દરમિયાન રિલીઝ થયેલી બોક્સઓફિસની ફિલ્મને ખાસ અસર નથી થઈ. 21 માર્ચે રિલીઝ થયેલી અક્ષય કુમારની કેસરી સારો બિઝનેસ કરી ચૂકી છે. એટલે સુધી કે ચોથા વીક એન્ડમાં ફિલ્મ 150 કરોડ પાર કરી ચૂકી છે. તો લુકા છૂપી અને બદલા પણ IPL દરમિયાન સારી કમામી કરી રહ્યા છે. જ્હોન અબ્રાહમની ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરને પણ ઓપનિંગ વીક એન્ડમાં 21 કરોડની કમાણી થઈ હતી. જો કે ફિલ્મ લાંબી ન ચાલી શકી, તેમ છતાંય RAWએ 38 કરોડનો બિઝનેસ કર્યો હતો. તો બદલા 6 ઠ્ઠા વીક એન્ડ સુધી 87 કરોડ કમાઈ ચૂકી છે.
સામે કલંક પાસે લાંબો વીક એન્ડ છે. પરંતુ અભિષેક વર્મને ડિરેક્ટ કરેલી આ ફિલ્મને હોલીવુડની ફિલ્મ એવેન્જર્સઃએન્ડ ગેમ હરિફાઈ આપી શકે છે. માર્વેલ ફ્રેન્ચાઈઝની 22મી ફિલ્મ એવેન્જર્સ હોલીવુડની આ વર્ષની સૌથી મોટી રિલીઝ છે. તેને પણ ભારતમાં જબરજસ્ત ઓપનિંગ મળે તેવી ચર્ચા છે. જે કલંકને નડી શકે છે.
આ પણ વાંચોઃ કલંકના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા સિતારાઓ, જુઓ તસવીરો