09 April, 2019 11:48 AM IST |
કબીર ખાન
કબીર ખાનનું કહેવું છે કે દરેક વ્યક્તિએ જે-તે ઇશ્યુને લઈને તેમનો અવાજ ઉઠાવવો જોઈએ. તેનું માનવું છે કે દેશમાં જે લોકો નેગેટિવિટી ફેલાવી રહ્યા છે તેમના વિશે બુદ્ધિજીવીઓએ અવાજ ઉઠાવવો જોઈએ. આ વિશે વધુ જણાવતાં કબીર ખાને કહ્યું હતું કે ‘મારી લાઇફમાં મને એ જ શીખવવામાં આવ્યું છે કે ખુલ્લેઆમ પોતાનો અવાજ ન ઉઠાવવો. જોકે મારું માનવું છે કે આપણે એ વિશે બોલવું જોઈએ. જો આપણે એકબીજા વિશે નહીં બોલીએ તો આપણા માટે અવાજ ઉઠાવવા માટે કોઈ રહેશે જ નહીં. આપણે આપણા વિચારો રજૂ કરવા જ જોઈએ. દેશમાં નેગેટિવિટી ફેલાવી રહેલા લોકો વિશે જે પણ વ્યક્તિ ચૂપ રહે તે પણ એટલા જ દોષી છે. પોતાનો અવાજ ઉઠાવવો પ્રૉબ્લેમ બની શકે તો ચૂપ રહેવું પણ એટલું જ ડેન્જરસ છે.’
૮૩ના ઍક્ટર્સને પસંદ કરતી વખતે મારે ક્રિકેટર્સની પર્સનાલિટીને ધ્યાનમાં રાખવી પડી હતી : કબીર ખાન
રણવીર સિંહ સાથેની ‘૮૩’ માટે દરેક ક્રિકેટ ખેલાડીની પર્સનાલિટીને ધ્યાનમાં રાખી હતી કબીર ખાને. ૧૯૮૩માં ભારતે જીતેલા ક્રિકેટ વલ્ર્ડ કપ પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર રણવીર સિંહ અને સુનીલ ગાવસકરનું પાત્ર તાહિર રાજ ભસીન ભજવી રહ્યો છે. મોહિન્દર અમરનાથના પાત્રમાં સાકિબ સલીમ તેમ જ સંદીપ પાટીલના પાત્રમાં ચિરાગ પાટીલ જોવા મળશે. આ ફિલ્મની તૈયારી વિશે વધુ જણાવતાં કબીર ખાને કહ્યું હતું કે ‘આ ફિલ્મ માટે એકસાથે ઘણાબધા ઍક્ટર્સને પસંદ કરવા ખૂબ જ મુશ્કેલ હતું. આપણા ઇતિહાસનો એક પાર્ટ છે, જેને હું સ્ક્રીન પર રજૂ કરવા જઈ રહ્યો છું. આપણી અગાઉની જનરેશન જેમણે એ મૅચ અથવા તો ટુર્નામેન્ટ જોઈ હતી તેઓ એને લઈને ખૂબ જ ઇમોશનલ છે. આ ઇવેન્ટ તેમના માટે ખૂબ જ યાદગાર છે. આથી જ્યારે પણ હું જે-તે ઍક્ટરને પસંદ કરતો ત્યારે હું એ ખેલાડીની પર્સનાલિટીને ધ્યાનમાં રાખતો હતો.
આ પણ વાંચો : રજનીકાંથની ફિલ્મ 'દરબાર'નો ફર્સ્ટ લૂક રિવીલ
મેં બૉડી-લૅન્ગ્વેજ અને ફિઝિકલ સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખવાની સાથે તેમની પર્સનાલિટી પર પણ ખૂબ જ ધ્યાન આપ્યું હતું. આ ઍક્ટર્સને સ્ક્રીન પર જોઈને દર્શકોને ઓરિજિલ ક્રિકેટર્સ લાગે એ મારા માટે ખૂબ જ જરૂરી છે. આ ફિલ્મ બનાવવી ખૂબ જ ચૅલેન્જિંગ છે અને શૂટિંગ શરૂ થાય એ પહેલાં પણ અમે ખૂબ જ મહેનત કરી હતી. દરેક ઍક્ટર ઇન્ટરનૅશનલ ક્રિકેટર તરીકે રમવાની સાથે તેમની પર્સનાલિટી માટે પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે.’