17 March, 2019 06:11 PM IST |
હ્રિતિક રોશન (ફાઈલ ફોટો)
હ્રિતિક રોશન દરેક પાત્ર માટે જુદા જુદા પર્ફ્યુમની પસંદગી કરે છે
બોલીવુડ અભિનેતા હ્રિતિક રોશન પોતાના અંગત જીવનમાં પર્ફ્યુમનો શોખીન છે આ બાબત ઘણાં ઓછા લોકોને ખબર છે કે હ્રિતિક રોશન પોતાના દરેક પાત્ર માટે જુદા પર્ફ્યુમની પસંદગી કરે છે. હ્રિતિકે અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો કરી છે, તેણે પોતાના દરેક પાત્ર માટે જુદાં જુદાં પ્રકારના પર્ફ્યુમની પસંદગી કરી હતી. પાત્રને અનુરૂપ પર્ફ્યુમનો ઉપયોગ કર્યો છે અને આ જ કારણ છે કે અભિનેતા પાસે પર્ફ્યુમનું ખૂબ મોટું કલેક્શન છે.
“સુપર 30” માટે પણ ખાસ પર્ફ્યુમનો ઉપયોગ કર્યો
અભિનેતા અત્યારે પોતાની આગામી ફિલ્મ 'સુપર 30' માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં હ્રિતિક ખભે ગમછો લઈને એક જુદા જ તુકમાં જોવા મળશે. હ્રિતિક રોશનનો આવો અવતાર પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. પોતાના આવા અનોખા પાત્રની ભજવણી માટે તેણે કયા પર્ફ્યુમનો ઉપયોગ કર્યો છે તેવું જ્યારે હ્રિતિકને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, "જણાવવું જરૂરી છે કે? ઠીક છે ચાલો કહી જ દઉં છું...બીરેડો."
આ પણ વાંચો : સલમાન ખાન લૉન્ચ કરશે પોતાની ટીવી ચેનલ
સુપર 30 ફિલ્મમાં હ્રિતિક શિક્ષક બન્યો છે
ઉલ્લેખનીય છે કે હ્રિતિક રોશન 'સુપર 30'માં પટનાના એક શિક્ષકની ભૂમિકા ભજવતો જોવા મળશે. એક એવો શિક્ષક જે આ સત્રમાં 30 હોંશિયાર, પણ આર્થિકરૂપે પછાત બાળકોને આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા અને આઈઆઈટી - જેઈઈ માટે તૈયાર કરે છે, અને તે પણ ઓછામાં ઓછા પૈસામાં. આ ફિલ્મમાં હ્રિતિક સાથે મૃણાલ ઠાકુર, અમિત સાધ અને નંદીશ સંધૂ કો-સ્ટાર તરીકે જોવા મળશે. આ ફિલ્મ 29 જુલાઈના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.