21 December, 2019 12:32 PM IST | Mumbai
દબંગ 3
મહારાષ્ટ્રનાં અંતરિયાળ વિસ્તારમાં જ્યાં થિયેટર્સની સુવિધા નથી ત્યાં રહેતા લોકોને હવે મોબાઇલ થિયેટર્સ દ્વારા ‘દબંગ 3’ જોવા મળવાની તક મળશે. મોબાઇલ ડિજિટલ મૂવી થિયેટર ટૅક્નોલોજી દ્વારા લોકોને ફિલ્મ જોવાનો લ્હાવો મળવાનો છે. પિક્ચર ટાઇમ ડિજિપ્લેકસ નામની મોબાઇલ થિયેટર કંપની આ સગવડ આપી રહી છે. એક દિવસમાં ‘દબંગ 3’નાં ત્રણથી ચાર શો દેખાડવામાં આવશે. સાથે જ ફિલ્મ જોવા આવનારા લોકોને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોતા હોય એવો અનુભવ પણ આપવામાં આવશે. ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, સુદીપ કિચ્ચા અને મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર જોવા મળી રહી છે.