પરિવારને મળી રહેલી ધમકીને કારણે ટ્‍‍વિટર અકાઉન્ટ ડિલીટ કર્યું અનુરાગે

12 August, 2019 01:49 PM IST  |  મુંબઈ

પરિવારને મળી રહેલી ધમકીને કારણે ટ્‍‍વિટર અકાઉન્ટ ડિલીટ કર્યું અનુરાગે

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપની દીકરી અને માતા-પિતાને મળતી સતત ધમકીઓને કારણે તેણે પોતાનું ટ્‍‍વિટર અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે. આ અગાઉ પણ સોશ્યલ મીડિયા પર અનુરાગને ધમકી આપવામાં આવી હતી કે તેની દીકરીનો રેપ કરવામાં આવશે. એ સંદર્ભે અનુરાગે ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે હજી પણ આ ક્રમ ચાલુ રહેતાં આખરે કંટાળીને અનુરાગે અકાઉન્ટ ડિલીટ કરવાનો નિર્ણય લીધો. અકાઉન્ટ ડિલીટ કરતાં પહેલાં ટ્‍‍વિટર પર અનુરાગે ટ્વીટ કર્યું હતું કે ‘તમારા પેરન્ટ્સને જ્યારે નનામા કૉલ્સ આવવા લાગે અને તમારી દીકરીને પણ ઑનલાઇન ધમકીઓ મળવા લાગે તો તમે જાણો છો કે કોઈ એ વિશે ચર્ચા નહીં કરે. ઠગ લોકો શાસન કરશે અને ઠગનારા લોકોનું નવું જીવન હશે. આ નવા ભારત માટે દરેકને શુભેચ્છા.

આ પણ વાંચો : રોષે ભરાયેલી પાકિસ્તાની મહિલાને શાંતિથી જવાબ આપ્યો પ્રિયંકા ચોપડા જોનસે

આશા રાખું છું કે તમે બધા આગળ વધો. તમને સૌને ખુશીઓ અને સફળતા મળે. આ મારું છેલ્લું ટ્વીટ છે. હું ટ્‍‍વિટર છોડી રહ્યો છું. મને જ્યારે નિર્ભયતાથી મારા વિચાર રજૂ કરવાની પરવાનગી ન હોય તો હું ચૂપ રહું એ જ યોગ્ય છે. ગુડબાય.’

anurag kashyap bollywood news