06 April, 2019 10:07 AM IST | લંડન
અનીસ બઝમી
અનીસ બઝમીનું કહેવું છે કે લંડનમાં ‘પાગલપંતી’નું શૂટિંગ કરવું એક રોલર કોસ્ટર રાઇડ જેવુ છે. લંડનમાં હાલ વાતાવરણ ખરાબ છે. બરફવર્ષા અને મુશળધાર વરસાદને કારણે આઉટડોર શૂટિંગ કરવું તેમના માટે કઠિન બન્યું છે. આ જ કારણસર ફિલ્મમેકરે નક્કી કયુંર્ છે કે જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ઇનડોર શૂટિંગ પૂરું કરવામાં આવશે. ૨૨ નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અનિલ કપૂર, જૉન એબ્રાહમ, અર્શદ વારસી, પુલકિત સમ્રાટ, ઇલિયાના ડિક્રુઝ અને કીર્તિ ખરબંદા જોવા મળશે. શૂટિંગ વિશે માહિતી આપતાં અનીસ બઝમીએ કહ્યુ હતુ કે ‘લંડનમાં શૂટિંગ કરવું એક રોલર કોસ્ટર રાઇડ જેવું છે.
આ પણ વાંચો : લાઇફના ડાર્ક ચૅપ્ટરનાં પાનાં ફરી ઊથલાવવાં ખૂબ અઘરાં છે : સની
અમને વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે થોડી તકલીફ વેઠવી પડી હતી. જોકે અમારી કાસ્ટ અને ટીમે અમને આ પરિસ્થિતિમાં ભરપૂર સાથ-સહકાર આપ્યો અને એના કારણે અમારા શૂટિંગના શેડ્યુલને પણ કોઈ અસર પહોંચી નથી.’