12 August, 2019 01:54 PM IST | મુંબઈ
બદલા
અમિતાભ બચ્ચને ‘બદલા’ને ડિરેક્ટર સુજૉય ઘોષની ફિલ્મ જણાવી છે. આ ફિલ્મ હવે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર જોવા મળી રહી છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ પણ અગત્યની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મની પ્રશંસા કરતાં ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘મારી ફિલ્મ ‘બદલા’ હવે નેટફ્લિક્સ પર જોવા મળી રહી છે. ૧૪૦ કરોડથી વધુ વર્લ્ડવાઇડ કલેક્શન આ ફિલ્મે એકઠું કર્યું હતું.
આ પણ વાંચો : પરિવારને મળી રહેલી ધમકીને કારણે ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કર્યું અનુરાગ કશ્યપે
ખરું કહું તો આ ડિરેક્ટરની ફિલ્મ છે. ખૂબ જ સારી રીતે લખાયેલી, સારી રીતે ફોટોગ્રાફી અને સારી રીતે એડિટ કરવામાં આવી હતી. ખૂબ જ સારું કામ કર્યું છે સુજૉય ઘોષ.’