03 January, 2020 05:35 PM IST | Mumbai Desk
અજય દેવગન તેની ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં ઍરફોર્સ ઑફિસરના લુકમાં દમદાર દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં તે સ્ક્વૉડ્રન લીડર વિજય કર્ણિકના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિંહા, રાણા દગુબટ્ટી, ઍમી વિર્ક અને વિદ્યુત જામવાલ અગત્યના રોલમાં જોવા મળવાનાં છે. ઍરફોર્સ ઑફિસરનો યુનિફૉર્મ પહેરેલો અજય દેવગનનો ફોટો ટ્વિટર પર આ ફિલ્મના ડિરેક્ટર અભિષેક દુધૈયાએ શૅર કરીને ટ્વીટ કર્યો હતો કે ‘મારા માટે આ ગર્વની બાબત છે કે મારી આવનારી ફિલ્મમાં અજય દેવગન સર સ્ક્વૉડ્રન લીડર વિજય કર્ણિકના રોલમાં જોવા મળશે.’