21 January, 2019 11:13 AM IST |
અજય દેવગન
દમદાર સ્ક્રિપ્ટવાળી ફિલ્મોના સમયમાં લોકોની ફિલ્મોની પસંદગી પણ બદલાઈ ગઈ છે અને દર્શકો ચોક્કસ પ્રકારની ફિલ્મો જોવા જ થિયેટર્સમાં જાય છે. સ્ટાર સિસ્ટમ વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે સ્ટાર સિસ્ટમ કદી ભૂંસાઈ જતી હોય છે. વર્તમાન સમયમાં દર્શકો ફિલ્મોની પસંદગીને લઈને ચોક્કસ બની ગયા છે અને તેઓ થિયેટર્સમાં ત્યારે જ જાય છે જ્યારે તેમને ફિલ્મો સારી લાગે. પહેલાં અમે કોઈ પણ ફિલ્મો કરતા એ સારી ચાલતી હતી.
આ પણ વાંચો : બોક્સ ઑફિસ પર ઉરીની તોફાની કમાણી, વર્ષની પહેલી 100 કરોડ ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની
પરંતુ આજના સમયમાં એવી ફિલ્મોનું ચાલવું અશક્ય છે. વર્તમાન સમયમાં અમારી જનરેશન બાદના જે પણ કલાકારો આવ્યા છે તેમને આ બાબતે ખાસ ધ્યાન રાખવું પડે છે અને તેઓ આ વિશે ધ્યાન પણ રાખે છે. આ બધું ફિલ્મ માટે કરવું પડે છે. હું ખૂબ લકી છું કે મારે સ્ટ્રગલ નહોતી કરવી પડી. પરંતુ મેં ખૂબ મહેનત કરી છે. મારા મતે હાર્ડ વર્ક અને સ્ટ્રગલ બન્ને અલગ-અલગ વસ્તુ છે.’