આમિર ખાનની દીકરી સાથે જોવા મળ્યો આ છોકરો, જાણો કોણ છે?

27 March, 2019 07:16 PM IST  | 

આમિર ખાનની દીકરી સાથે જોવા મળ્યો આ છોકરો, જાણો કોણ છે?

ઈરા ખાન સાથે મિશાલ ક્રિપલાની

આમિર ખાનની દીકરી ઈરા ખાનના લેટેસ્ટ ફોટઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેનું કારણ છે ઈરા સાથે ફોટોમાં દેખાયો છોકરો. ઈરાના વાઈરલ થયેલા ફોટોઝમાં તે એક યુવક સાથે દેખાઈ રહી છે, આ છોકરો ઈરાનો બોયફ્રેન્ડ હોવાની ચર્ચા છે. તમને જણાવી દઈએ કે ફોટોમાં દેખાતા છોકરાનું નામ છે મિશાલ કૃપલાની.

આ તસવીરોમાં ઈરા અને મિશાલ જે રીતે નજીક નજીક ઉભા છે, તેને કારણે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક યુઝર્સ ઈરાના ફોટો પર કમેન્ટ કરીને પૂછી પણ રહ્યા છે. તસવીરોની સાથે ઈરાએ લખ્યું છે, "આશા છે કે તારી સ્પ્રિંગ હૉલીડેઝ તડકા અને ખુશીથી ભરેલા હોય."

ફેન્સ પૂછી રહ્યા છે કે શું મિશાલ તેનો બૉયફ્રેન્ડ છે? સાથે જ અવનવી સલાહ પણ તે આમિરની દીકરીને આપી રહ્યા છે. ઈરા, આમિર અને તેની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરા 22 વર્ષની છે અને અત્યારે સ્ટડી કરી રહી છે. ઈરા વિશે એકવાર આમિરે જણાવ્યું હતું કે તેને ફિલ્મ મેકિંગનો શોખ છે.

મિશાલ કૃપલાનીની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પણ ઈન્ટ્રેસ્ટિંગ છે. મિશાલને મ્યુઝિકનો શોખ છે, તેણે પોતાના બાયોમાં પણ મિશાલે આર્ટિસ્ટ, પ્રૉડ્યુસર, કંપોઝર લખ્યું છે. મિશાલે પોતાની સિંગિંગના વીડિયોઝ પણ શેર કર્યા છે. વેલેન્ટાઈન ડે પર પણ ઈરાએ મિશાલનું ગીત શેર કરીને વિશ કર્યું હતું.

મિશાલ, ઈરાનો બૉયફ્રેન્ડ છે કે નહીં, એ તો એક સવાલ છે, પણ બન્નેની નિકટતા અને એકબીજા માટેનો કૅરિંગ એટિટ્યુડ જોઈને મામલો મિત્રતાથી વધુ લાગે છે.

આ પણ વાંચો : કપિલ દેવના પરિવારની આ સભ્ય 83માં કરશે કામ

આમિર ખાન અત્યારે હોલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પની રિમેકની તૈયારીમાં વ્યસ્ત છે. આમિરે પોતાના જન્મદિવસે ફિલ્મની જાહેરાત કરી અને ફિલ્મનું નામ લાલ સિંહ ચઢ્ઢા જણાવ્યું હતું.

aamir khan bollywood bollywood gossips