31 January, 2020 05:50 PM IST | Mumbai Desk
બોલીવુડ એક્ટર રણવીર સિંહ ઇન્ડસ્ટ્રીનો એવો એક્ટર છે, જે પોતાની ફિલ્મો સાથે પોતાની અન્ય એક્ટિવિટીને કારણે પણ ચર્ચામાં રહે છે. પછી તે તેના ડ્રેસિંગ સેન્સને લઈને હોય કે તેના જોશીલા અંદાજને લઈને હોય તે સતત ચર્ચામાં રહેતો હોય છે. આની સાથે જ તે ઘણીવાર પોતાની કિસને કારણે પણ ચર્ચામાં છવાઈ જાય છે, કારણ કે તે ઘણીવાર પોતાના કૉ-એક્ટર સાથે કિસ કરતો દેખાય છે. આવું કેટલીય વાર થયું છે, જ્યારે રણવીર સિંહ પોતાના કૉ-એક્ટરને કિસ કરતો દેખાયો હોય.
સોશિયલ મીડિયા પર આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બન્ને એક્ટર એકબીજાને કિસ કરતાં દેખાય છે. હવે જણાવીએ કે આ બીજો એક્ટર કોણ છે... આ છે બોલીવુડ એક્ટર જતિન સરના, જેને રણવીર સિંહ કિસ કરી રહ્યો છે. બન્ને આગામી ફિલ્મ '83'માં દેખાવાના છે અને ફિલ્મની કાસ્ટ વચ્ચે આ બૉન્ડિંગ ખૂબ જ ચર્ચામાં છવાયેલી છે.
જણાવીએ કે રણવીર સિંહ પહેલા પણ અર્જુન કપૂર અને શાહિદ કપૂરને કિસ કરતો દેખાયો હતો અને હવે જતિન સાથે આવ્યો છે. જણાવીએ કે ફિલ્મ '83' બન્ને એક સાથે દેખાશે, જેમાં રણવીર કપૂર કપિલ દેવ અને જતિન સરના યશપાલ શર્માના રોલમાં દેખાશે. વીડિયોમાં દેખાય છે કે વીડિયો બનવાનું શરૂ થાય છે અને બન્ને એકબીજાની નજીક આવે છે અને કિસ કરે છે.
આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયાની ફિલ્મ આવી રહી છે ત્યારે જોઇએ તેની કેન્ડિડ તસવીરો
નોંધનીય છે કે ફિલ્મ '83' 10 એપ્રિલના રિલીઝ થવાની છે. ફિલ્મ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે, જેમાં કપિલ શર્મા રણવીર સિંહની ભૂમિકામાં હશે. તો દીપિકા પાદુકોણ ફિલ્મમાં પણ રણવીર સિંહની પત્ની એટલે કે કપિલ દેવની પત્નીની ભૂમિકામાં દેખાશે. ફિલ્મમાં ક્રિકેટ ટીમના જુદાં જુદા પોસ્ટર રિલીઝ થઈ ગયા છે.