76th Republic Day:  દેશના 50 હજાર બાળકોને પ્રેરક સંદેશ આપશે જાણીતા અભિનેતા અને કુસ્તીબાજ સંગ્રામ સિંહ

26 January, 2025 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

76th Republic Day: ભારતના પ્રખ્યાત કુસ્તીબાજ સંગ્રામ સિંહ આજે જે નાના અને નિર્દોષ બાળકો સાથે આ દિવસને સેલિબ્રેટ કરવાના છે

પ્રખ્યાત અભિનેતા અને કુસ્તીબાજ સંગ્રામ સિંહ

આજે સમગ્ર દેશમાં ૭૬મો પ્રજાસત્તાક દિવસ (76th Republic Day) ઉજવાઇ રહ્યો છે. ત્યારે ઠેર-ઠેર જુદી જુદી રીતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં દેશના કેટલાક જાણીતા વ્યક્તિઓ પણ ભાગ લઈ રહ્યા છે. 

ભારતના પ્રખ્યાત કુસ્તીબાજ સંગ્રામ સિંહ પણ ૭૬મો પ્રજાસત્તાક દિવસ (76th Republic Day) ઉજવવા માટે તૈયાર છે. આજે એટલે કે પ્રજાસત્તાક દિવસે તેઓ પચાસ હજાર બાળકો સાથે આ દિવસની ઉજવણી કરવાના છે. 

કેવા બાળકો સાથે સંગ્રામસિંહ આ દિવસને ઉજવવાના છે?

તમને જણાવી દઈએ કે ભારતના પ્રખ્યાત કુસ્તીબાજ સંગ્રામ સિંહ આજે જે નાના અને નિર્દોષ બાળકો સાથે આ દિવસને સેલિબ્રેટ (76th Republic Day) કરવાના છે તે તમામ એવા બાળકો છે જે પોતાનામાં ક્યાંક ખોવાઈ ગયા છે, જેઓ જીવનમાં આગળ વધવા માંગે છે પરંતુ માર્ગદર્શનના અભાવે ક્યાંક પાછળ રહી ગયા છે. એવા અભાવોમાં જીવતા બાળકોને નામ આજે સંગ્રામ સિંહ આગળ આવવાના છે.

આ સાથે જ તમને જણાવી દઈએ કે જાણીતા અભિનેતા અને કુસ્તીબાજ સંગ્રામ સિંહ જે પોતે બાળપણમાં ગંભીર બીમારીમાં સપડાયા હતા, તેઓ તેમાંથી સાજા થયા છે અને જીવનમાં ઘણી ઉથલપાથલમાંથી પસાર થયા છે. આજે ખાસ તેઓ બાળકો સાથે પોતાના અનુભવો શૅર કરવાના છે.

સંગ્રામ સિંહે પોતાના ભાઈને જોયા પછી વ્યાવસાયિક કુસ્તીબાજ બનવાનું સપનું જોયું હતું. અને આજે તેઓએ તે પથને સ્વીકારીને તેના પર સફળતાના ડગ માંડ્યા છે. સંધિવાના દર્દી હોવાને કારણે સંગ્રામ સિંહને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં સંગ્રામ સિંહ બાળપણમાં રુમેટોઇડ આર્થરાઇટિસથી પીડાતા હતા, જેના કારણે તેમને લગભગ 8 વર્ષ સુધી વ્હીલચેરની મદદ લેવી પડી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી તેઓ બહાર આવ્યા છે અને અનેક બાળકો અને યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

સંગ્રામ આ વિષે વિગતે વાત કરતાં જણાવે છે કે,"આ ખાસ દિવસે (76th Republic Day), હું આપણા ભારતના બાળકોને કહેવા માંગુ છું કે જેઓ પોતાને જાણે છે, તમારા અધિકારોને જાણે છે. આ દેશ કેવી રીતે પ્રગતિ કરી શકે? તમારી જાતને કેવી રીતે વધુ સારી બનાવવી. તે હતાશા અને આવી ચિંતાઓથી પોતાને બચાવવા માટે છે જે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. 

આપણાં યુવાનોની વિચારસરણી સ્વસ્થ અને નવીન હશે તો દેશ વિકાસ કરશે – સંગ્રામ સિંહ

સોશિયલ મીડિયા પર સંગ્રામ સિંહના 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેણે જે કહ્યું તે તેના ચાહકો માટે ખૂબ જ આઘાતજનક રહ્યું. સંગ્રામ સિંહજી હંમેશા કહે છે કે જ્યારે આપણાં યુવાનોની વિચારસરણી સ્વસ્થ અને નવીન હશે ત્યારે ભારત (76th Republic Day) વિકાસ કરશે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news republic day india