પ્રભાસની ઍક્શન સીક્વન્સ માટે ૭૫૦ ટૅન્ક્સ, જીપ્સ અને ટ્રક્સનો થયો હતો ઉપયોગ

03 November, 2023 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર: પાર્ટ 1-સીઝફાયર’ની ઍક્શન સીક્વન્સને શાનદાર બનાવવામાં મેકર્સે કોઈ કચાશ બાકી નથી રાખી.

ફિલ્મ ‘સાલાર: પાર્ટ 1-સીઝફાયર`નું પોસ્ટર

પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર: પાર્ટ 1-સીઝફાયર’ની ઍક્શન સીક્વન્સને શાનદાર બનાવવામાં મેકર્સે કોઈ કચાશ બાકી નથી રાખી. આ ફિલ્મમાં ૭૫૦ ટૅન્ક્સ, જીપ્સ અને ટ્રક્સનો ઉપયોગ કરવામાં આ‍વ્યો છે જેથી દર્શકોને ફિલ્મમાં ઍક્શનનો ધમાકેદાર ડોઝ મળે. એવું કહેવાય છે કે એ સીક્વન્સ હૉલીવુડની ફિલ્મ જેવી દેખાશે. આ ફિલ્મને ‘KGF’ ફ્રૅન્ચાઇઝીના ડિરેક્ટર પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. તો હોમ્બાલે ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે બાવીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એ જ સમયે શાહરુખ ખાનની ‘ડંકી’ પણ રિલીઝ થવાની છે.

prabhas bollywood news bollywood gossips bollywood entertainment news