09 June, 2023 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
અભિનેતા જેકી શ્રોફ (Jackie Shroff)ની પત્ની આયેશા શ્રોફ (58 Lakh Fraud with Ayesha Shroff) સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેમણે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન (Mumbai Police)માં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એલન ફર્નાન્ડિસ નામના વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 420, 408, 465, 467 અને 468 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બહુવિધ મીડિયા અહેવાલો અનુસાર, 20 નવેમ્બર, 2018ના રોજ એલનને MMA મેટ્રિક્સ કંપનીના ડાયરેક્ટર ઑફ ઓપરેશન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. MMA મેટ્રિક્સ જિમ ટાઇગર શ્રોફ અને તેની માતા આયેશા શ્રોફનું છે. જિમનું તમામ કામ આયેશા અને એલન સંભાળતા હતા કારણ કે ટાઇગર તેના કામમાં ખૂબ જ વ્યસ્ત હતો.
અહેવાલો અનુસાર, એલને ભારત અને વિદેશમાં 11 ટૂર્નામેન્ટના આયોજન માટે કંપની પાસેથી ઘણા પૈસા લીધા હતા. ડિસેમ્બર 2018થી જાન્યુઆરી 2023 સુધીમાં કંપનીના બૅન્ક ખાતામાંથી 58,53,591 રૂપિયા લેવામાં આવ્યા છે.
સાહિલ ખાન વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો
આયેશા શ્રોફે પહેલીવાર કોઈની સામે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો નથી. વર્ષ 2015માં તેણે અભિનેતા સાહિલ ખાન વિરુદ્ધ 4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ પણ નોંધાવ્યો હતો.
કોણ છે આયેશા શ્રોફ
ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની માતા અને જેકી શ્રોફની પત્ની હોવા ઉપરાંત આયેશા શ્રોફની પણ પોતાની એક અલગ ઓળખ છે. તે અભિનેત્રી, મોડલ રહી ચુકી છે. તેમણે 1984માં રિલીઝ થયેલી બૉલીવૂડ ફિલ્મ તેરી બાહોંમાં કામ કર્યું હતું. આમાં તેની સાથે મોહનીશ બહેલ લીડ રોલમાં હતા. જોકે, જેકી સાથે લગ્ન કર્યા બાદ તેણે ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી. હવે તે ફિલ્મોનું નિર્માણ કરે છે. તેમણે દેશ મેં ગંગા રહેતા હૈ, ગ્રહણ, બૂમ જેવી ફિલ્મો બનાવી છે.\
આ પણ વાંચો: કાજોલનો ચોંકાવનારો નિર્ણય: સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક, બધી પોસ્ટ ડિલીટ કરી
ટાઇગર શ્રોફને પોતાની સાથે સ્પર્ધા કરવાનું નથી ગમતું. ટાઇગર ‘ગનપત’માં ક્રિતી સૅનન સાથે દેખાવાનો છે. આ ફિલ્મ દશેરા દરમ્યાન વીસ ઑક્ટોબરે હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. ટાઇગર શાનદાર ઍક્શન માટે જાણીતો છે. તો સાથે જ અક્ષયકુમાર સાથે તે ‘બડે મિયાં છોટે મિયાં’માં દેખાવાનો છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ટાઇગરે પોતાના શર્ટલેસ ફોટો શૅર કર્યા છે. એમાં તેની ઍબ્સ પણ દેખાઈ રહી છે. આ ફોટોને ટ્વિટર પર શૅર કરીને ટાઇગરે ટ્વીટ કર્યું કે ‘મને પોતાની સાથે કૉમ્પિટિશન કરવાની નફરત છે. દરરોજ પોતાની જાત સાથે જ મારી લડાઈ હોય છે.”