27 March, 2023 08:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બોમન ઈરાની (ફાઈલ તસવીર)
કરીના કપૂર (Kareena Kapoor), જાવેદ જાફરી અને મોના સિંહ પછી 3 ઇડિયટ્સની સીક્વલને લઈને ચતુર અને વાયરસ એટલે કે ઓમી વૈદ્ય અને બોમન ઈરાનીએ (Boman Irani) પણ પોતાના રિએક્શન સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યા છે. આ રિએક્શન બાદ ફેન્સ કયાસ લગાડી રહ્યા છે કે આ 3 ઈડિયટ્સની નવી સીક્વલને લઈને પ્રમોશન છે કે કંઈક બીજું. તો ઈન્સ્ટાગ્રામ પર આ એક્ટર્સ દ્વારા શૅર કરવામાં આવેલ વીડિયો પર ચાહકો પોતાની પ્રતિક્રિયા શૅર કરતા જોવા મળે છે.
3 ઇડિયટ્સની સીક્વલની વાયરલ તસવીરને લઈને કરીના કપૂર ખાન, જાવેદ જાફરી (Javed Jaffrey) અને મોના સિંહ બાદ હવે બોમન ઈરાની અને ઓમી વૈદ્યએ પણ પોતાની પ્રતિક્રિયા શૅર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. વીરુ સહસ્ત્રબુદ્ધિ `વાયરસ` એટલે કે બોમન ઈરાનીએ એક રસપ્રદ વીડિયોમાં, રાજકુમાર હિરાનીની આગળની અફવાઓને લઈને કહ્યું, "તમે લોકો શું કરી રહ્યા છો? શું આ પહેલાથી બહાર આવી ગયું છે અને ક્લિપ વાયરલ થઈ ગઈ છે? તમે લોકો વાયરસ વગર જ 3 ઇડિયટ્સ વિશે વિચારી કેવી રીતે શકો છો? થેન્ક ગોડ કે કરીનાએ મને આ વિશે માહિતી આપી. નહીંતર મને તો ક્યારેય ખબર જ ન પડી હોત. આ બરાબર નથી. મિત્રો. કંઈક આટલું મોટું રંધાઈ રહ્યું છે અને અમને કહેવામાં પણ નથી આવ્યું? શું આ તમારી શાલીનતા છે? ક્યાં છે તમારી મિત્રતા? હું વિચારતો હતો કે આપણે મિત્ર છીએ. મને વિશ્વાસ નથી થતો કે જાવેદ જાફરીને આ વિશે કોઈ માહિતી નથી. મહેરબાની કરીને ફોન કરો, જાવેદ." આ વીડિયોની સાથે કૅપ્શનમાં "તે વાયરસ વિના 3 ઇડિયટ્સની સીક્વલ કેવી રીતે બનાવી શકે છે? વાયરલ વિલન ન હોય તો કોણ હશે, અને શું હશે?" આના પર શરમને જવાબમાં લખ્યું, "સૉરી વાયરલ.. મારો અર્થ છે બોમન ઈરાની સર, તમે પ્લીઝ ગસ્સે ન થાઓ, હું ટૂંક સમયમાં જ વિગતવાર સમજાવીશ... પ્લીઝ ફોન ઉપાડી લેજો."
આ સિવાય ચતુર એટલે કે એેક્ટર ઓમી વૈદ્યએ પણ આ સિલસિલે એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે પણ સીક્વલને લઈને વાત કરતા જોવા મળી રહ્યા છે. તે એકાવર ફરી તેમના ચમત્કારવાળા અંદાજને જોઈને ફેન્સ પણ પોતાનું હસવાનું રોકી શકશે નહીં. ચાહકો પણ બન્ને વીડિયોઝ પર કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : 3 ઇડિયટ્સની આવી રહી છે સીક્વલ? જુઓ વીડિયોમાં કરીના કપૂરે શું કહ્યું?
જણાવવાનું કે, બોમન ઈરાની પહેલા, કરીના કપૂર, જાવેદ જાફરી અને મોના સિંહે પણ સીક્વલને લઈને વાત કરી હતી. તો 3 ઇડિયટ્સમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ કલાકાર આજે પણ ચાહકોના મનમાં તેમની આ ફિલ્મની ભૂમિકાને લઈને વસેલા છે.