30 January, 2019 07:07 PM IST |
ફિલ્મ '83માં સાઉથ સ્ટાર જિવા
સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર જિવા હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. જિવા કબીર ખાનની અપકમિંગ ફિલ્મ '83 સાથે બોલીવુડમાં ડેબ્યુ કરશે. જિવા કબીર ખાનની આ અપકમિંગ ફિલ્મમાં કૃષ્નામાચારી શ્રીકાંતની ભૂમિકામાં દેખાશે.
કબીર ખાનની આ મહત્વની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. જેમાં રણવીરસિંહ કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ 1983માં ભારતે જીતેલા પહેલા વન ડે વર્લ્ડકપની સ્ટોરી પર આધારિત છે. 1983માં કપિલ દેવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી હતી. આ ટીમમાં શ્રીકાંતની પણ મહત્વની ભૂમિકા હતી. કબીર ખાને શ્રીકાંતના રોલ માટે જીવાની પસંદગી કરી છે.
પ્રખ્યાત દક્ષિણ સ્ટાર જિવા, ડિરેક્ટર કબીર ખાનની આગામી ફિલ્મ 1983ના પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન કૃષ્ણમાચારી શ્રીકાંતની ભૂમિકા નિભાવવા તૈયાર છે.
શ્રીકાંતનો રોલ નિભાવવા અને યુવા દેખાવા જિવાએ 7 કિલો વજન ઓછું કરશે. જિવાએ અત્યારથી ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી છે. પૂર્વ ભારતીય કપ્તાનની ક્રિકેટ શૈલી શીખવા માટે જિવાએ 1983 વર્લ્ડ કપના વીડિયો પણ જોઈ રહ્યા છે. આ વીડિયો દ્વારા જિવા કૃષ્ણમાચારી શ્રીકાંતની બોડી લેંગ્વેજને કોપી કરશે.
ફિલ્મની પ્રોડ્યુસર મધુ મંટેના સાઉથ સ્ટાર જિવાને એક્ટર તરીકે કાસ્ટ કરતા કહે છે કે,'જ્યારે મેં મારી પસંદની ફિલ્મ 'કેઓ' જિવા સાથે જોઈ હતી ત્યારથી હું જિવા સાથે ખૂબ મોટી ફૅન રહી છું. આ સારી વાત છે કે મને તેની સાથે કામ કરવાની તક મળી છે. મારા અનુસાર મોટા પડદા પર આ રોલ જિવા સિવાય કોઈ કરી શકશે નહી.
રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને મધુ મંટેના દ્વારા પ્રોડ્યુસ્ડ, વિષ્ણું ઇંદુરી અને કબીર ખાનની ફિલ્મ 10 એપ્રિલ 2020માં રિલીઝ થશે.