22 March, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છાવા ફિલ્મનું પોસ્ટર
છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’ની ઇન્ટરનેટ પર ગેરકાયદે ૧૮૧૮ લિન્ક ઉપલબ્ધ હોવાનું ફિલ્મ બનાવનારી કંપની મૅડૉક ફિલ્મ્સે ઍન્ટિ-પાઇરસી તરીકે અપૉઇન્ટ કરેલી ઑગસ્ટ એન્ટરટેઇનમેન્ટ કંપનીના ધ્યાનમાં આવ્યું હતું. આથી કંપનીના અધિકારીએ મુંબઈના સાઉથ સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તપાસ કરીને પાઇરસી કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ડિટેક્શન) દત્તા નલાવડેના જણાવ્યા મુજબ ‘છાવા’ ફિલ્મની મોટા પાયે પાઇરસી થઈ રહી હોવાની ફરિયાદ ઑગસ્ટ એન્ટરટેઇનમેન્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રજત હસ્કરે નોંધાવી છે જેમાં ઇન્ટરનેટ પર ‘છાવા’ ફિલ્મની ૧૮૧૮ લિન્ક હોવાનું નોંધ્યું છે. તેમણે કેટલીક લિન્ક ફરિયાદ સાથે શૅર કરી છે. આ લિન્ક સહિત ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ‘છાવા’ ફિલ્મની તમામ લિન્ક તપાસ કરીને ફિલ્મ પાઇરસી કરનારાઓને શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.