12 December, 2024 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપૂર ખાનદાન સાથે ગપસપ કર્યા પછી તેમની સાથે ફોટો પડાવતા નરેન્દ્ર મોદી (ડાબે), રણબીર-આલિયાની દીકરી રાહા માટે ઑટોગ્રાફ આપતા નરેન્દ્ર મોદી
આખું કપૂર ખાનદાન મંગળવારે દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. ૧૪ ડિસેમ્બરે રાજ કપૂરની જન્મશતાબ્દી છે એ નિમિત્તે કપૂર પરિવારને નરેન્દ્ર મોદીએ પોતાના ઘરે આમંત્રણ આપ્યું હતું. વડા પ્રધાનને મળીને કપૂર પરિવારનો એકેએક સભ્ય ગદ્ગદ થઈ ગયો હતો. કપૂર પરિવારે રાજ કપૂરની જન્મશતાબ્દી નિમિત્તે તેમની ૧૦ ફિલ્મોનો ફેસ્ટિવલ ૧૩ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી ભારતનાં ૪૦ શહેરોનાં ૧૩૫ સિનેમાઝમાં યોજ્યો છે.