19 September, 2024 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરૂખ ખાન
શાહરુખ ખાન બુધવારે સવારે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહરુખે બ્લૅક ટી-શર્ટની ઉપર બ્રાઉન લેધર જૅકેટ, જીન્સ અને કૅપ પહેર્યાં હતાં જેમાં તે ડૅશિંગ લાગતો હતો. જોકે શાહરુખ કરતાં તેની બૅગે વધુ ધ્યાન ખેંચ્યું, કારણ કે એની કિંમત છે ૯.૯૪ લાખ રૂપિયા. આ બૅગ ફ્રૅન્ચ બ્રૅન્ડ હર્મેસની છે.