18 February, 2024 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે શું કરશો?
ગુલઝાર ધ લેજન્ડ
પૉપ્યુલર હિન્દી ગીતો જે ગુલઝારસાહેબની કલમે લખાયાં છે અને ઑલ ટાઇમ હિટ થઈ ગયાં છે એવાં ગીતોનો ગુલદસ્તો રજૂ થવા જઈ રહ્યો છે. આલોક કટદરે, સોનાલી કર્ણિક , જય અજગાંવકર અને ધનશ્રી દેશપાંડેના કંઠે હિન્દી સિનેમાનાં મીનિંગફુલ શબ્દો ધરાવતાં ગીતોની એક સાંજ માણો.
ક્યારે? ૧૮ ફેબ્રુઆરી
સમયઃ રાતે ૮.૩૦ વાગ્યાથી
ક્યાં? સાવિત્રીબાઈ ફુળે નાટ્યગૃહ, ડોમ્બિવલી
કિંમતઃ ૩૦૦ રૂપિયાથી
રજિસ્ટ્રેશનઃ bookmyshow
સાબરી બ્રધર્સની કવ્વાલી નાઇટ
કવ્વાલીનું નામ પડે એટલે સાબરી બ્રધર્સની જુગલબંધી જરૂર યાદ આવે. સંગીતના એક ઉમદા પ્રકાર અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી આર્ટ છે કવ્વાલી. સૂફિયાના અંદાજમાં પરવરદિગારની બંદગીને અલગ જ અંદાજમાં રજૂ કરીને મુગ્ધ થઈ જવાય એવો માહોલ ક્રીએટ કરવા માટે જાણીતા સાબરી બ્રધર્સના કંઠે કવ્વાલી સાંભળવા ચાલો.
ક્યારે?: ૧૮ ફેબ્રુઆરી
સમયઃ રાતે ૮
ક્યાં?: ગ્લિટ ધ સુપર ક્લબ, થાણે
કિંમતઃ ૨૫૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશનઃ bookmyshow
કૅન્વસ પેઇન્ટિંગ
નિયોન કલર કૅન્વસ પેઇન્ટિંગ કરીને એક મજાનું આર્ટવર્ક ક્રીએટ કરવાનો સંતોષ મેળવવો હોય તો પહોંચી જાઓ આ વર્કશૉપમાં. કોઈ અનુભવની જરૂર નથી. તમે જાતે બનાવેલું ચમકતા રંગોથી ઝગમગતું પેઇન્ટિંગ ઘરના ડ્રૉઇંગરૂમની શોભા વધારશે.
ક્યારે?: ૧૮ ફેબ્રુઆરી
સમયઃ સાંજે ૪.૩૦થી ૬.૩૦
ક્યાં?: ગ્લોકલ જંક્શન, મલાડ
કિંમતઃ ૧૨૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow
નેક્સ્ટ વીકમાં શું કરશો
ન્ચેન્ટમેન્ટ એક્ઝિબિશન
મધુશ્રી અને સિદ્ધાર્થ બિરલા ૨૦૧૨માં ટાન્ઝાનિયાનાં જંગલોને ખૂંદવા ગયાં અને ત્યાંના પ્રેમમાં પડીને અનેક યાદગાર સંભારણાં કચકડે કંડારીને લાવ્યાં. કુદરતની શિસ્તબદ્ધતા, સુંદરતા અને પ્રચંડ શક્તિનાં વિવિધ સ્વરૂપોને તેમણે ફોટોમાં કેદ કર્યાં. સિંહ, ચિત્તા, દીપડા, હાથીઓને બહુ નજીકથી નિહાળીને તેમની જીવનચર્યાનાં કેટલાંક સ્ફોટક દૃશ્યો તેમણે ફોટે મઢ્યાં છે. કેનિયાના મસાઈમારા અભયારણ્યની બ્યુટીને માણવા અને કેદ કરવા તેમણે સેંકડો કલાકો જંગલ ખેડ્યાં છે અને એનો નિચોડ જે દૃશ્યોમાં નીતરે છે એવાં દૃશ્યોની તસવીરોનું અદભુત કલેક્શન જોવાનો અવસર છે.
ક્યારે?: ૨૦ ફેબ્રુઆરી સુધી
સમયઃ બપોરે ૧૨થી ૮
ક્યાં?: દિલીપ પિરામલ આર્ટ ગૅલરી
કિંમતઃ ફ્રી
ગીત ગુંજન :
પાર્થિવ ગોહિલ
મરીવાલા ફાઉન્ડેશન, જસુભાઈ ફાઉન્ડેશન અને કિલાચંદ ફાઉન્ડેશને એનસીપીએના અસોસિએશનમાં ગુજરાતી ગીતોનો જલસો પડી જાય એવો કાર્યક્રમ રાખ્યો છે. એમાં પાર્થિવ ગોહિલ અને ગાર્ગી વોરા ગુજરાતી સુગમ સંગીતનાં ચુનંદાં ગીતો રજૂ કરશે. આ સુગમ ગીતોમાં અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, હેમા દેસાઈ, દિલીપ ધોળકિયા, નીનુ મજુમદાર અને કવિઓ રમેશ પારેખ, સુરેશ દલાલ, ઉમાશંકર જોશી, ખલીલ ધનતેજવી જેવા લેજન્ડ્સની રચનાઓ સાંભળવા મળશે.
ક્યારે?: ૨૩ ફેબ્રુઆરી
સમયઃ સાંજે ૬.૩૦ વાગ્યાથી
ક્યાં?: તાતા થિયેટર, એનસીપીએ, ફોર્ટ
કિંમતઃ ૩૦૦થી ૮૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com
આસમાન સે આયા ફરિશ્તા
મોહમ્મદ રફીને મ્યુઝિકલ ટ્રિબ્યુટ આપતો કાર્યક્રમ યોજાયો છે જેમાં પ્રસન રાવ, સર્વેશ મિશ્રા, જુગલ કિશોર, સંગીતા મેલેકર અને ધનશ્રી દેશપાંડે લેજન્ડરી સિંગરનાં ગીતોને પ્રસ્તુત કરશે. મ્યુઝિક અજય મદને આપ્યું છે અને કાર્યક્રમ હૉસ્ટ કરશે પ્રેમકુમાર. રફીસાહેબના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તેની આ ઉજવણીમાં એક વાર ફરીથી આ ફરિશ્તાને આસમાનથી નીચે ઉતારીને જીવંત કરવાનો પ્રયત્ન થશે.
ક્યારે?: ૨૪ ફેબ્રુઆરી
સમયઃ ૬.૩૦ વાગ્યાથી
ક્યાં?: ષણ્મુખાનંદ ઑડિટોરિયમ, કિંગ્સ સર્કલ
કિંમતઃ ૨૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશનઃ bookmyshow
રૂટ ફૉકવેઝ પર્ફોર્મિંગ આર્ટ્સ ફેસ્ટિવલ
ભારતનો બહુ જાણીતો ચિલ્ડ્રન્સ પર્ફોર્મિંગ આર્ટ્સ ફેસ્ટિવલ રૂટ ફૉકવેઝ આવનારા વીકમાં થવાનો છે ત્યારે બાળકોને આપણી પરંપરાગત સમૃદ્ધ કળાઓથી અવગત કરાવવાનો મોકો છે. બે દિવસના આ કાર્યક્રમમાં કર્ણાટકની ડોલુ કુનિથા આર્ટ, મહારાષ્ટ્રની ગોંધળ, ઝારખંડના ઘાઉ માસ્ક્સ, પશ્ચિમ બંગાળની રૉડ પપેટ્સ, તામિલનાડુની થરુકુથુ કળાઓનું નિદર્શન થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો ઍડ્વાન્સ બુકિંગ જરૂરી છે.
ક્યારે?: ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી
બપોરે ૨થી ૪
ક્યાં?: છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, ફોર્ટ
રજિસ્ટ્રેશનઃ tenderrootsindia@gmail.com