આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

21 May, 2023 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાંચો અહીં....

પ્રતીકાત્મક તસવીર

આજે શું કરશો?

શ્લોકાઝ મેડ ફન - પેરન્ટ્સ-ચાઇલ્ડ વર્કશૉપ

વિષ્ણુ ભગવાનનાં ચાર કમ્યુનિકેશન સીક્રેટ જેવા જ્ઞાનને ગમ્મત સાથે પહોંચતું કરવા માટે પ્રિયા મણિ નામના લેખક અને કથાકાર દ્વારા આયોજિત થનારી આ વર્કશૉપમાં ૪ વર્ષથી ૧૨ વર્ષનાં બાળકો અને તેમનાં માતા-પિતા ભાગ લઈ શકે છે.

ક્યારે? : ૨૧ મે
સમય : બપોરે ૧૧થી ૧૨ વાગ્યા સુધી 
ક્યાં? : ઑનલાઇન - વૉટ્સઍપ પર 
કિંમત : ફ્રી 
રજિસ્ટ્રેશન : ૯૦૦૪૫ ૫૫૨૩૦ પર ફોન કરો 

 

શૅડો સોર્સરી- સમરટાઇ@પૃથ્વી થિયેટર

સ્ફિયર આર્ટ્સ એજ્યુકેશનના નેજા હેઠળ શ્રુતિ શ્રીધરન અને સનંદા મુખોપાધ્યાય દ્વારા ૮થી ૧૨ વર્ષનાં બાળકો માટે શૅડો પપેટ મેકિંગ અને પર્ફોર્મન્સની વર્કશૉપ છે. શૅડો પપેટ એક કળા છે જેમાં કઠપૂતળી ખુદ નહીં પણ એનો પડછાયો દર્શાવીને વાર્તા કરવામાં આવે છે. કાગળથી આ શૅડો પપેટ કઈ રીતે બનાવાય અને એનો કઈ રીતે ઉપયોગ થાય એ બાળકોને શીખવવામાં આવે છે. આ ઉપરાંત આ કળાનો વિકાસ જુદી-જુદી સંસ્કૃતિમાં કઈ રીતે થાય છે એ પણ સમજાવવામાં આવશે. વર્કશૉપના અંતે બાળકો પર્ફોર્મ કરશે.

ક્યારે? : ૨૧ મે-૨૭ મે સુધી 
સમય : બપોરે બેથી ચાર 
વાગ્યા સુધી 
ક્યાં? : પૃથ્વી થિયેટર, જુહુ 
કિંમત : ૬,૦૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : bookmyshow.com

 

નેક્સ્ટ વીકમાં શું કરશો?

ફ્લોરલ અને વૉટરકલર માસ્ટર ક્લાસ

રોઝ, ઑર્કિડ, સનફ્લાવર જેવાં ફૂલોમાં વૉટરકલર દ્વારા કઈ રીતે પેઇન્ટ કરવું એ જાણીતાં કલાકાર મેઘા કપૂર પાસે શીખવા મળશે. બે દિવસના ક્લાસમાં ચાર જુદાં-જુદાં ડેમોન્સ્ટ્રેશન મળશે. પેઇન્ટિંન્ગમાં ફોકલ પૉઇન્ટ, કૉન્ટ્રાસ્ટ કઈ રીતે આપવો, કિનારીને લૂઝ કે તીક્ષ્ણ કઈ રીતે કરવી એ બાબતે વિસ્તારથી શીખી શકાશે.

ક્યારે? : ૨૭-૨૮ મે
સમય : બપોરે બેથી સાંજે 
૬ વાગ્યા સુધી 
ક્યાં? : ઑનલાઇન - ઝૂમ પર 
કિંમત : ૩,૨૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : આ નંબર પર ૮૭૦૦૮ ૯૩૫૨૭ વૉટ્સઍપ કરવો

 

અમિત ટંડન લાઇવ - હમારે ઝમાને મેં

સ્ટૅન્ડ-અપ કૉમેડીમાં અત્યંત જાણીતું નામ ધરાવતા અમિત ટંડનનો આ બ્રૅન્ડ-ન્યુ શો છે. એ મેં અને જૂન મહિનામાં મુંબઈના જુદા-જુદા એરિયામાં થશે. મોટા ભાગના 
સ્ટૅન્ડ-અપ કૉમેડી શોમાં બાળકો જઈ શકતાં નથી, પરંતુ દસ વર્ષથી મોટા કોઈ પણ આ શોમાં જઈ શકે છે જે દર્શાવે છે કે આ એક ક્લીન કૉમેડી શો છે.    

ક્યારે? : ૨૭ મે 
સમય : રાતે ૮ વાગ્યે
ક્યાં? : સિડકો એક્ઝિબિશન સેન્ટર ઑડિટોરિયમ, વાશી 
કિંમત : ૮૯૯થી શરૂ 
રજિસ્ટ્રેશન : bookmyshow.com

 

સમીર અંજાન - લિરિક્સ રાઇટિંગ

બૉલીવુડના જાણીતા ગીતકાર સમીર ખુદ તેમના બહોળા અનુભવના ભાથામાંથી કેટલાક અતિ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરશે અને જુદી-જુદી પરિસ્થિતિ મુજબ ગીતો કઈ રીતે લખવાં, કેવા શબ્દો પસંદ કરવા અને એના લયનું ધ્યાન કઈ રીતે રાખવું એ આ વર્કશૉપમાં શીખવશે.

ક્યારે? : ૨૧, ૨૭, ૨૮, ૩૦ મે (કોઈ પણ એક દિવસ)
સમય : ૭ વાગ્યે સાંજે – સાડાત્રણ કલાકની વર્કશૉપ 
ક્યાં? : ઑનલાઇન 
કિંમત : ૯૯૯થી શરૂ 
રજિસ્ટ્રેશન : bookmyshow.com

 

સ્માર્ટફોન ફોટોગ્રાફી - અનલીશ ધ પ્રો-મોડ

હૈદરાબાદની સૌથી ઍક્ટિવ ફોટોગ્રાફી કમ્યુનિટી દ્વારા યોજાતી આ ઑનલાઇન દોઢ કલાકની વર્કશૉપમાં તમારા ઍન્ડ્રૉઇડ કે ઍપલ ફોનનો કઈ રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરીને ટેક્નિકલી સારામાં સારા ફોટો પાડી શકાય છે એ શીખવવામાં આવશે. સબ્જેક્ટ પર ફોકસ કેમ કરવું, એક્સપોઝરનું સેટિંગ કઈ રીતે ગોઠવવું, મૅક્રો અને વાઇડ ઍન્ગલ લેન્સને કઈ રીતે ઉપયોગમાં લાવવા, હાઈ ડાઇનૅમિક રેન્જમાં કઈ રીતે ફોટો પાડવા એ શીખવવામાં આવશે.

ક્યારે? : ૨૭ મે - ૩૧ મે કોઈ પણ એક દિવસ 
સમય : સવારે ૧૧ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે (અલગ-અલગ બૅચ) 
ક્યાં? : ઑનલાઇન - ઝૂમ પર 
કિંમત : ૨,૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow.com

 

લકી અલી લાઇવ, જર્ની થ્રૂ ડિકેડ્સ

૧૯૯૦ની જનરેશન જેમનાં ગીતો સાંભળીને મોટી થઈ છે એવા ભારતીય સિંગર, સૉન્ગરાઇટર અને ઍક્ટર મકસૂદ મહેમૂદ અલી જેને લોકો લકી અલીના હુલામણા નામથી ઓળખે છે તેની કૉન્સર્ટ ભાગ્યે જ થતી હોય છે. તેનો એકદમ જુદો પણ અત્યંત જાણીતો અવાજ અને તેનાં ગીતોનો જાદુ તમને ૧૯૯૦માં તાણી લઈ જઈ શકે છે.

ક્યારે? : ૨૭ મે
સમય : સાંજે પાંચ 
વાગ્યે અને રાતે ૮ વાગ્યે 
ક્યાં? : જમશેદ ભાભા થિયેટર, એનસીપીએ
કિંમત : ૨,૪૯૯ રૂપિયાથી શરૂ 
રજિસ્ટ્રેશન : bookmyshow.com

columnists