21 November, 2022 05:41 PM IST | Mumbai | Aparna Shirish
પ્રતીકાત્મક તસવીર
પુરુષો માટે બૉડી હેર રિમૂવલ એક પળોજણ છે. વૅક્સિંગ કરાવવાનો વિચાર આવતાં જ એનાથી થતો અસહ્ય દુખાવો યાદ આવે અને શેવિંગ કરાવો તો સ્કિન ખરાબ થાય. આવામાં કઈ રીતે બગલ અને છાતી પરના વાળથી છુટકારો મેળવવો એ વિશે પુરુષો ગાફેલ હોય છે. જોકે સોલ્યુશન તમારા ઘરમાં જ છે એવું કહી શકાય. તમે દરરોજ બિયર્ડ ટ્રીમ કરવા માટે જે ટ્રીમર વાપરો છો એનાથી બૉડી હેર પણ ટ્રીમ કરી શકાય. આ વિશે જણાવતાં થ્રીક્સ સૅલોંના હેર અને સૅલોં એક્સપર્ટ શિવમ બજાજ કહે છે, ‘પુરુષો માટે ટ્રીમર એ એક સારો ઑપ્શન છે, કારણ કે એ કૉસ્ટ સેવિંગ હોવાની સાથે સેફ પણ છે. વૅક્સિંગનું પેઇન ન લેવા માગતા પુરુષો માટે ટ્રીમર ઇઝ બેસ્ટ.’
ચાલો જાણીએ કેટલાંક એવાં કારણો જે સાબિત કરે છે કે ટ્રીમર એ વૅક્સિંગ કે શેવિંગની સરખામણીમાં વધુ સારું છે.
નો કટ્સ | બગલની સ્કિન નાજુક હોય છે તેમ જ આ ભાગમાં પરસેવો વધુ થાય છે. અહીં શેવિંગ કરતી વખતે રેઝરની બ્લેડથી જો કટ થાય તો પરસેવાને કારણે બળતરા થઈ શકે. વધુમાં જો શેવિંગમાં વાળના ડિરેક્શન પર ધ્યાન આપવામાં ન આવે તો ઇનગ્રોન હેરની સમસ્યા થઈને ઇન્ફેક્શન થઈ શકે. વૅક્સિંગનું પણ એવું જ છે. વૅક્સિંગની પીડા તો થાય જ, પણ એ સાથે સ્કિન રેડ અને વધુ સેન્સિટિવ થઈ જાય છે. આ બધું જ ટાળવા માટે ટ્રીમરનો ઉપયોગ કરવો સારો રહેશે.
નો ઇન્ફેક્શન | બગલમાં ગમે એટલા ડીઓડરન્ટનો ઉપયોગ કરી લો, પરસેવો થાય જ છે. વધુપડતો પરસેવો એટલે બૅક્ટેરિયાનું ઘર. વધુ પડતા બૅક્ટેરિયાને લીધે ફંગલ ઇન્ફેક્શ પણ થઈ શકે. આવામાં જો વૅક્સિંગ કે શેવિંગ કરવામાં આવે તો ઇન્ફેક્શન વધુ થઈ શકે છે. કોઈ એકાદ હેર ફોલિકલ પણ ઇન ફૅક્ટ થઈ જાય તો તકલીફ થઈ શકે. આ વિશે શિવમ કહે છે, ‘ટ્રીમર એ વાળને ફક્ત ટ્રીમ કરવાનું કામ કરે છે. ચામડી પર ઘર્ષણ નથી થતું અને રેઝરથી થાય એવા બમ્પ કે કટ્સ નથી થતાં. માટે જ ટ્રીમરના ઉપયોગથી ઇન્ફેક્શનની સમસ્યા ટાળી શકાય.’
વૅક્સિંગ કેમ નહીં? | આમ તો બૉડી હેર રિમૂવલ માટે વૅક્સિંગ એ સૌથી સેફ અને બેસ્ટ ગણવામાં આવે છે, પણ વાત જ્યારે પુરુષોની આવે ત્યારે વૅક્સિંગ એ ટ્રિકી છે, કારણ કે ‘મર્દ કો વૅક્સિંગ મેં દર્દ હોતા હૈ. હાથ-પગ પર તો ઠીક, પણ છાતીના વાળ પર વૅક્સિંગ કરવાની વાત આવે તો દુખાવો થોડો વધુ થાય છે. વળી સ્કિન સેન્સિટિવ હોવાને લીધે લાલ થઈ જાય છે. વૅક્સિંગનો લાંબા ગાળે થનારો એક ગેરફાયદો એ કે એનાથી સ્કિન ખેંચાય છે. જો સતત વૅક્સિંગ કરવામાં આવે તો એ ભાગની સ્કિન થોડી લૂઝ થઈ જવાના ચાન્સ હોય છે, જ્યારે ટ્રીમરથી આવું નથી થતું.
વાળ સૉફ્ટ જ રહે છે | વૅક્સિંગથી સ્કિન પર તકલીફ જરૂર થાય છે, પણ વાળની ક્વૉલિટીમાં કોઈ ફરક નથી પડતો, જ્યારે રેઝરથી શેવિંગ કર્યા બાદ ઊગતા વાળ જાડા અને વધુ ઘાટા હોય છે. એકંદરે વાળનો ગ્રોથ શેવિંગ કર્યા બાદ વધુ જાડો થઈ જાય છે. વળી શેવિંગ એ ક્વિક પણ શૉર્ટ ટાઇમ સોલ્યુશન છે. જ્યારે વૅક્સિંગથી લાંબો સમય હેર-ફ્રી રહી શકાય. બીજી બાજુ ટ્રીમરથી વાળની ફરી ઊગવાની સ્પીડમાં ફરક નથી પડતો, પણ વાળની થીકનેસ જેવી છે એવી જ નૅચરલ રહેશે.
સ્કિનને નુકસાન નહીં | શેવિંગની બ્લેડ સ્કિન પર ઘસાવાથી સ્કિન કાળી પડી જાય છે અને ડ્રાય બની જાય છે. ટ્રીમરથી આવું નથી થતું. ટ્રીમર એના નામ પ્રમાણે જ વાળને ટ્રીમ કરવાનું કામ કરે છે. એટલે સ્કિન કાળી પડવાનો કે ડ્રાય થવાનો કોઈ ચાન્સ નથી. આમ ટ્રીમરના ફાયદા અનેક છે અને એ પુરુષો માટે બૉડી હેર રિમૂવલ માટે પર્ફેક્ટ છે એવું કહી શકાય.
ટ્રીમર યુઝ કરતી વખતે
ટ્રીમર ક્યારેય ભીના વાળ પર ન ફેરવવું. એનાથી વાળ ટ્રીમ કરવાનું અઘરું બનશે.
ટ્રીમરની બ્લેડ અને ગાર્ડ જરૂરિયાત પ્રમાણે ચેન્જ કરતા રહેવું.
વાઇબ્રેટિંગ ફ્રીક્વન્સીને કારણે ટ્રીમર હૅન્ડલ કરવું ટ્રિકી છે. ટ્રાય કરો અથવા એ સ્થિર પકડો.
ટ્રીમર ફેરવ્યા બાદ તરત જ સ્નાન કરવાનું ટાળો.
ટ્રીમર બેસ્ટ ક્વૉલિટીનું જ વાપરવું. જેની બ્લેડ એલર્જી ફ્રી મેટલથી બનેલી હોય.
બૉડી હેર સ્કિન પર એક બૅરિયર તરીકે કામ કરે છે જે સ્કિનને અનેક ડિસીઝથી પણ બચાવે છે અને કૉસ્મેટિક પર્પઝ માટે એને કાઢવા હોય તો ટ્રીમિંગ આસાન અને સેફ ઑપ્શન છે. : શિવમ બજાજ