અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

11 February, 2024 07:17 AM IST  |  Mumbai | Aparna Bose

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

પરિસ્થિતિને સમજી લીધા બાદ જ પ્રતિક્રિયા કરવી. મૌખિક હોય કે લિખિત, સંદેશવ્યવહારમાં સ્પષ્ટતા રાખવી. મૈત્રી અને બીજા સંબંધો વિકસાવવા માટે સારો સમય છે. આરોગ્ય વિષયક સલાહ: જો તમે નાની આદતોને નહીં બદલો તો લાંબા ગાળે એની મોટી અસર થશે. ઘર કરી ગયેલી બીમારીનો ઇલાજ સર્વાંગી દૃષ્ટિએ કરવો.  

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

કારકિર્દીને લગતા પડકારો હોય તો પોતાની શક્તિ પ્રમાણે કામ લેવું. તમારા પર કાબૂ રાખવાનું કામ ફક્ત તમે જ કરી શકો છો એ યાદ રાખવું.
આરોગ્ય વિષયક સલાહ : તમને થાક લાગ્યો હોય કે હવાઈ પ્રવાસને લીધે જેટ લૅગ હોય તો થોડો વિશ્રામ કરી લેવો. જેમની પાચનશક્તિ નબળી હોય એમણે થોડું વધુ ધ્યાન રાખવું.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

મીટિંગો, પ્રેઝન્ટેશન અને ઇન્ટરવ્યુ વખતે સંવાદમાં સ્પષ્ટતા રાખવી તથા પૂરતી તૈયારી કરીને જવું. ભૂતકાળને વળગી રહેવું નહીં અને જેમનું મહત્ત્વ રહ્યું ન હોય એ ઘટનાઓને ભૂલી જવી.
આરોગ્ય વિષયક સલાહ : ઝીણી-ઝીણી બાબતોમાં પોતાની કાળજી લેવાનો નિર્ણય લેવો. ખોરાકમાં શાકભાજીનું પ્રમાણ વધારવું.  

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

નવાં કૌશલ્યો પ્રાપ્ત કરવાને પ્રાથમિકતા આપવી, પછી ભલે એમાં તમારે પોતાના વિશેનો મત બદલી કાઢવો પડે. સ્વયં રોજગાર કરનારાઓએ કામની ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વગર બજેટને વળગી રહેવું.
આરોગ્ય વિષયક સલાહ : આરોગ્ય વિશે સલાહ લેવી હોય તો ફક્ત પાત્ર અને પૂરતો અનુભવ ધરાવતી વ્યક્તિ પાસે જ જવું. શક્ય હોય ત્યાં સુધી આરોગ્યપ્રદ ખોરાક લેવો.      

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

ગાજા-વાજા કર્યા વગર પોતાનાથી થતું ઉત્તમ કાર્ય કરવું. દોસ્તી કે સંબંધોમાં ખટાશ આવતી દેખાય તો થોડી વધુ કાળજી લેવી.
આરોગ્ય વિષયક સલાહ : શક્ય હોય ત્યાં સુધી શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવી અને ઘણા વ્યસ્ત રહેતા હો તો પણ ઊંઘ બગાડીને કામ કરવું નહીં. રક્તપરિભ્રમણને લગતી તકલીફ ધરાવતા લોકોએ સાવધાન રહેવું.    

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારી વાર્તાલાપની ઢબ 
બાબતે સંભાળવું અને કડવાં વેણ કાઢવાં નહીં. પ્રૉપર્ટી અને વારસાગત મિલકત બાબતે સારો સમય છે.
આરોગ્ય વિષયક સલાહ: ડૉક્ટરે કરેલા નિદાન બાબતે સંતુષ્ટ ન હો તો સેકન્ડ ઓપિનિયન લેવામાં કંઈ ખોટું નથી. શ્વસન સંબંધી તકલીફ ધરાવતા લોકોએ તબિયતનું વધુ ધ્યાન રાખવું.    

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

સમૃદ્ધિ અનેક સ્વરૂપમાં આવતી હોય છે. નાની-નાની બાબતોને પણ મહત્ત્વપૂર્ણ ગણશો તો આશ્ચર્યકારક પરિણામ પ્રાપ્ત થશે. બિઝનેસ મીટિંગોમાં પોતાની સુઘડતા પર લક્ષ આપવું.
આરોગ્ય વિષયક સલાહ : તમે વૈકલ્પિક ચિકિત્સા કે નેચરોપથીનો ઉપયોગ કરવા ઇચ્છતા હો તો યોગ્ય પ્રૅક્ટિશનર પાસે જ જવું. બીમારીનું નિદાન કરવા માટે ઇન્ટરનેટનો સહારો લેવો નહીં.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમારે કારકિર્દી વિશે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો ખરેખર શું જોઈએ છે એનો વિચાર કરવો. મૈત્રી સહિતના સંબંધોમાં સમસ્યા જણાતી હોય તો હાલ સાચવી લેવું.
આરોગ્ય વિષયક સલાહ : બાહ્ય દેખાવમાં તંદુરસ્તી રાખવાને બદલે મજબૂત રોગપ્રતિકારકશક્તિ વિકસાવવા પર ભાર મૂકવો. પોતે કઈ જીવનશૈલી અપનાવવી એના વિશે પ્રામાણિકતાપૂર્વક નિર્ણય લેવો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારી દૃષ્ટિએ ભલે કોઈ વાત સાચી હોય, પણ સાચી વાત એમ જ કોઈને કહેતાં પહેલાં સાચવવું. સ્વયં રોજગાર કરનારાઓએ બિઝનેસના વ્યવહારુ નિર્ણયો લેવા.
આરોગ્ય વિષયક સલાહ : હૃદયની કોઈ તકલીફ હોય કે પછી હાઈ બ્લડ-પ્રેશર હોય એમણે વધુ કાળજી રાખવી. પૂરતું પાણી પીવાનું રાખવું અને કસરતમાં ધ્યાન રાખવું. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ કામ અઘરું ભલે લાગતું હોય, તમારે જે સાચું હોય એ જ કરવું અને યોગ્ય સંતુલન જાળવી રાખવું. મધ્યમ ગાળાનાં લક્ષ્યો સુધી પહોંચાડી શકે એવાં ટૂંકા ગાળાનાં લક્ષ્યો નક્કી કરવાં. 
આરોગ્ય વિષયક સલાહ: તબિયત સુધારે એવા વિકલ્પો પસંદ કરવા. નાના-નાના ફેરફારો પણ મોટી અસર કરી શકે છે. કમરના કે પગથી નીચેના ભાગને લગતી તકલીફ ધરાવતાં જાતકોએ વધુપડતો શ્રમ કરવો નહીં.     

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

પોતાને મળેલી તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો અને ઘમંડ જરાપણ કરવો નહીં. દોસ્તી અને સંબંધો માટે સારો સમય છે. જોકે એ નિભાવવા માટે તમારે થોડી વધુ જહેમત ઉઠાવવી પડશે.
આરોગ્ય વિષયક સલાહ: પોતાના ડાયટમાં કે ફિટનેસ રૂટિનમાં ફેરફાર કરવો હોય તો એની પાછળનાં લક્ષ્યો પહેલાં સ્પષ્ટ કરી લેવાં. છેલ્લા થોડા વખતમાં હેલ્થ ચેકઅપ કરાવ્યું ન હોય તો સત્વરે કરાવી લેવું.  

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમારામાંથી અમુક જાતકો થોડા વધુ સંવેદનશીલ બની જશે, પરંતુ લાગણીનો ઊભરો ઠાલવતાં પહેલાં વિચાર કરી લેવો. પોતાની મર્યાદાઓને સમજીને એને સુધારવા પર કામ કરવું.
આરોગ્ય વિષયક સલાહ: ડાયટમાં કે ફિટનેસના પ્રોગ્રામમાં અતિરેક કરવો નહીં. એમ કરવાને બદલે લાંબા સમય સુધી ટકી શકે એવા નાના-નાના ફેરફારો કરવા. જૂની બીમારી હોય તો ડૉક્ટરની સલાહનું પાલન કરવું.

astrology life and style gujarati mid-day