આ લાઇફ તો રેવન્યુ સ્ટૅમ્પની પાછળ લખી લેવાની હોય

07 February, 2024 07:53 AM IST  |  Mumbai | Rashmin Shah

જીવનના ચાર દશકાઓ વીતાવ્યા પછી કોઈ મહિલાના મનમાં એવો વિચાર સુદ્ધાં ન આવે કે તે ડિવૉર્સ લે પણ અમૃતા પ્રીતમ એ વિચારી શક્યાં,

અમૃતા પ્રીતમ

અમૃતા પ્રીતમ પાસે જ્યારે તેમની લાઇફ વિશે ખુશવંત સિંહે જાણ્યું ત્યારે એ તમામ વાત પછી ખુશવંત સિંહે આવી કમેન્ટ કરી અને એ કમેન્ટ પછી અમૃતા પ્રીતમની આત્મકથાનું ટાઇટલ બન્યું, ‘રસીદી ટિકટ’. આ આત્મકથા પાસે ઘટનાઓ નથી પણ લાગણીઓનો એવો ઓચ્છવ છે કે એ વાંચતી વખતે તમારી દિલ સતત ઓગળતું રહે

‘આત્મકથા ઘસઘસતી હોય. જો એમાં ઘટના ન હોય, જો એમાં કિસ્સા ન હોય, જો એમાં થ્રિલ ન હોય તો પછી એ આત્મકથાની વાતો કરવાનો કોઈ અર્થ નથી...’
અમૃતા પ્રીતમને મળ્યા પછી, તેમની પાસેથી લાઇફની બધી વાતો જાણ્યા પછી ખુશવંત સિંહે આવું સ્ટેટમેન્ટ કર્યું અને વાત આગળ વધારતાં અમૃતા પ્રીતમને મોઢા પર જ કહ્યું, ‘તારી બાયોગ્રાફી તો એક રેવન્યુ સ્ટૅમ્પની પાછળ પણ લખી શકાય એવી છે, એ માટે કેવી રીતે પાનાંઓનાં પાનાં ભરી શકાય?’

કરાફાડ સ્વભાવના ખુશવંત સિંહની આ કમેન્ટ પછી અમૃતા પ્રીતમે પોતાની બાયોગ્રાફી લખી અને એ બાયોગ્રાફીને ટાઇટલ આપ્યું, ‘રસીદી ટિકટ’ અર્થાત રેવન્યુ સ્ટૅમ્પ. ખુશવંત સિંહે રેવન્યુ સ્ટૅમ્પનો જ ઉલ્લેખ શું કામ કર્યો હતો એ પણ જાણવા જેવું છે. રેવન્યુ સ્ટૅમ્પ એકમાત્ર એવી સ્ટૅમ્પ છે જેની એક નિશ્ચિત સાઇઝ હોય છે. ભારતમાં બે જ સાઇઝની રેવન્યુ સ્ટૅમ્પ બને છે અને આ બે પૈકીની સૌથી મોટામાં મોટી જો કોઈ સાઇઝ હોય તો એ બે ઇંચની છે. ખુશવંત સિંહનું કહેવું હતું કે તારી લાઇફ રેવન્યુ સ્ટૅમ્પની સાઇઝના કાગળના ટુકડા પર લખી શકાય એટલી જ છે. અમૃતા પ્રીતમને એ શબ્દોથી સહેજ પણ ખરાબ નહોતું લાગ્યું પણ હા, તેમના મનમાં એ વિચાર ચોક્કસ આવી ગયો હતો કે માણસના મનમાં રહેલી વાત જો બહાર ન આવે તો પછી જીવન વિશે વધારે કશું કહેવા લાયક હોતું નથી. પણ જો એક વાર મન ખોલીને, મુક્ત મન સાથે વાત કરવામાં આવે તો?

‘રસીદી ટિકટ’ મુક્ત મને કહેવામાં આવેલી વાત છે અને એટલે જ એનાં તમામ પાનાંઓ વાચકના હૃદયને ઓગાળવાનું કામ અદ્ભુત રીતે કરે છે. જે ખુશવંત સિંહે અમૃતા પ્રીતમની સુવિખ્યાત નૉવેલ ‘પિંજર’નું અંગ્રેજીમાં ટ્રાન્સક્રીએશન કર્યું હતું એ જ ખુશવંત સિંહે ‘રસીદી ટિકટ’ના અંગ્રેજીકરણ માટે જ્યારે અમૃતા પ્રીતમની પરમિશન માગી ત્યારે અમૃતા પ્રીતમે મૂકેલી શરત જાણવા જેવી છે.

‘રેવન્યુ સ્ટૅમ્પની પાછળ એક એવી વાત લખીને આપો જે વાંચીને હું મારાં તમામ સર્જન ટ્રાન્સક્રીએટ કરવાના અધિકાર હું તમને આપી દઉં.’ કહેવાની જરૂર ખરી, ખુશવંત સિંહે ક્યારેય એ ચૅલેન્જ સ્વીકારી નહીં અને ત્યાર પછી ખુશવંત સિંહે અમૃતા પ્રીતમનું કોઈ સર્જન ટ્રાન્સક્રીએટ પણ કર્યું નહીં.

શું કામ છે પ્રીતમ? |  સૌકોઈનું માનવું છે કે અમૃતા કૌરના નામ સાથે જોડાયેલું પ્રીતમ એ તેની અટક છે. પણ ના, એવું નથી. અમૃતા પ્રીતમમાં આવતો પ્રીતમ શબ્દ એ હકીકતમાં તેના હસબન્ડ પ્રીતમસિંહનું નામ છે, જેને અમૃતા કૌરે ૪૧ વર્ષની ઉંમરે છોડી દીધા હતા. પ્રીતમસિંહે તેને ડિવૉર્સ આપવાની ના પાડી દીધી પણ આઝાદી આપવા તે તૈયાર હતા એટલે અમૃતા પ્રીતમે પણ ઔચિત્ય જાળવ્યું અને જીવતાં રહ્યાં ત્યાં સુધી તેમણે પોતાના નામની સાથે પ્રીતમ શબ્દ જોડી રાખ્યો. પ્રીતમસિંહ સાથેનાં મૅરેજ બહુ નાની ઉંમરે જ થઈ ગયાં હતાં. એ મૅરેજ પછી પણ અમૃતા પ્રીતમ પોતાના પપ્પાના ઘરે રહેતાં પણ તેમણે પોતાની રચનામાં અમૃતા નામની સાથે પ્રીતમ શબ્દ તખલ્લુસ તરીકે જોડી દીધો હતો એ પણ એટલું જ મહત્ત્વનું છે. 

જીવનના ચાર દશકાઓ વીતાવ્યા પછી કોઈ મહિલાના મનમાં એવો વિચાર સુદ્ધાં ન આવે કે તે ડિવૉર્સ લે પણ અમૃતા પ્રીતમ એ વિચારી શક્યાં, જેનું કારણ સુપ્રસિદ્ધ ગીતકાર સાહિર લુધિયાનવી હતા. જાએં તો જાએં કહાં... અને સાથી હાથ બઢાના... જેવાં અદ્ભૂત ગીતોના સર્જક સાહિર લુધિયાનવી સાથેના ગળાડૂબ પ્રેમને કારણે અમૃતા પ્રીતમે પોતાનું ઘર છોડ્યું, પણ સાહિર સાથે પણ તે ક્યારેય રહી શક્યાં નહીં.

અદ્ભુત સર્જન પણ... |  અમૃતા પ્રીતમે લખેલી ‘પિંજર’ પરથી એ જ નામની ફિલ્મ બની જેમાં મનોજ બાજપેયી, ઊર્મિલા માતોન્ડકર, સંજય સૂરિ, ઈશા કોપ્પીકર અને કુલભૂષણ ખરબંદા જેવા કલાકારો હતા. ‘પિંજર’ને બેસ્ટ ફિલ્મનો નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. હિન્દુસ્તાનના ભાગલા સમયે હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઊભા થયેલા તનાવ અને એ તનાવ વચ્ચે પાંગરતી લવ સ્ટોરી ‘પિંજર’ના કેન્દ્રમાં હતો.

અમૃતા પ્રીતમની બાયોગ્રાફી ‘રસીદી ટિકટ’ પરથી ફિલ્મ બનાવવા માટે ઊર્મિલા માતોન્ડકરને બરાબરની ચાનક ચડી હતી. તેણે પ્રયાસો પણ પુષ્કળ કર્યા પણ ઊર્મિલાને લઈને કોઈ એ સબ્જેક્ટ કરવા તૈયાર નહોતું, જેનાં અનેક કારણો પૈકીનું એક કારણ ઊર્મિલાની નાની ઉંમર. ઊર્મિલાએ જ્યારે આ સબ્જેક્ટ પર બહાર ફરવાનું શરૂ કર્યું ત્યારે એ માત્ર છવ્વીસ વર્ષની હતી અને ફિલ્મમાં તેણે ચાલીસ વર્ષનાં અમૃતા પ્રીતમથી લઈને છેક સિત્તેર વર્ષનાં અમૃતા પ્રીતમ તરીકે દેખાવાનું હતું.

આજે પણ ઊર્મિલાને ‘રસીદી ટિકટ’ પર કામ કરવાની ઇચ્છા છે તો સુસ્મિતા સેન અને તબુને પણ ‘રસીદી ટિકટ’માં અમૃતા પ્રીતમનું લીડ કૅરૅક્ટર કરવાની ઇચ્છા છે પણ અત્યારે આ પ્રકારની આર્ટ ફિલ્મનું માર્કેટ નથી એટલે વાત આગળ વધતી નથી અને વાત આગળ વધતી નથી એટલે કોઈ રાઇટ્સ માટે અમૃતા પ્રીતમની ફૅમિલીનો કૉન્ટૅક્ટ કરતું નથી.

સ્ટોરી શૉર્ટકટ
અમૃતા પ્રીતમની બાયોગ્રાફી ‘રસીદી ટિકટ’માં વાત અમૃતા પ્રીતમના જીવનની છે. પોતાના નાનપણથી લઈને યુવાની, પ્રીતમ સાથેનાં મૅરેજ, સાહિર લુધિયાનવી સાથેનો સંપર્ક અને એ સંપર્ક પછી શરૂ થયેલો પ્રેમ, એ પ્રેમ થકી મેળવેલી હિંમત અને ત્યાર પછી સાહિરને પોતે આપેલી આઝાદી અને એ પછી લાઇફમાં આવેલા ઇમરોઝ સહિતની તમામ વાતો અમૃતા પ્રીતમે સંકોચ વિના ‘રસીદી ટિકટ’માં કરી છે. ‘રસીદી ટિકટ’ બદલાતી નારીનો ચહેરો પણ ઉજાગર કરવાનું કામ કરે છે.

ટિપિકલ પંજાબી ફૅમિલીની મહિલા સંકોચ વિના લખે કે સાહિર મારા ઘરે આવે ત્યારે બેફામ સિગારેટ ફૂંકે અને ઘરમાં સિગારેટનાં ઠૂંઠાં ફેંકે. સાહિર જાય ત્યારે હું એ ટુકડા એકઠાં કરી એક ડબ્બામાં ભરી લઉં અને પછી સાહિરની યાદ આવે એટલે હું બારી પાસે ઊભી રહીને એ ઠૂંઠા જેવી વધેલી સિગારટ સળગાવીને હું પીઉં. મને થતું કે અત્યારે સાહિર જ્યાં શ્વાસ લેતો હશે ત્યાં મારી સિગારેટનો ધુમાડો જશે અને હવા મને સાહિરના શરીરમાં પ્રવેશ

columnists Rashmin Shah life and style