22 November, 2022 04:04 PM IST | Mumbai | Rashmin Shah
સ્નેહા સાળવી મહેતા
‘ઝિંદગી એક સફર હૈ સુહાના’, ‘શ્રીમતી ૪૨૦’ જેવાં ગુજરાતી નાટક, ‘કલ્યાણમૂર્તિ શ્રીમદજી’ જેવી વેબ-સિરીઝ, ‘ગુજ્જુ રૉક્સ’ ગુજરાતી ફિલ્મ અને અત્યારે ઍન્ડટીવીના શો ‘એક મહાનાયક ડૉ. બી. આર. આંબેડકર’માં જોવા મળતી સ્નેહા સાળવી મહેતા આ સલાહ આપે છે અને એને ફૉલો કરવામાં સાર પણ છે
ગોલ્ડન વર્ડ્સ
જો તમે મેન્ટલી સ્ટ્રૉન્ગ હો અને ડિસિપ્લિન રાખો તો કશું જ અશક્ય નથી, જિમમાં ગયા વિના પણ તમે તમારી જાતને બેસ્ટ શેપ આપી શકો છો. જરૂર છે માત્ર ડિસિપ્લિનની.
વર્કઆઉટની વાત કરતાં પહેલાં મારે તમને મારું રૂટીન કહેવું છે.
સવારે નવ વાગ્યાથી મારું શૂટ શરૂ થાય, જે રાત્રે નવે પૂરું થાય. અત્યારે હું ઍન્ડટીવીના ‘એક મહાનાયક ડૉ. બી. આર. આંબેડકર’ સિરિયલ કરું છું, જે જસ્ટ તમને કહેવાનું. ફરી આવી જઈએ આપણે મારા રૂટીન પર. જો સવારે નવ વાગ્યે શૂટ શરૂ થવાનું હોય તો એના માટે અપ્રૉક્સ સાત વાગ્યે સેટ પર પહોંચવું પડે અને પછી તરત મેકઅપ ને કૉસ્ચ્યુમ એ બધું શરૂ થાય. જો તમારે સાત વાગ્યે સેટ પર પહોંચવું હોય તો એની શરૂઆત સવારે પાંચ વાગ્યાથી ચાલુ થઈ જાય. પાંચ વાગ્યે જાગો, રેડી થાઓ અને ટિફિન લઈ ટ્રાવેલ કરી સેટ પર પહોંચો. આ રૂટીનમાં કોઈ જાતની ઊંચ-નીચ ચાલે નહીં અને ક્યારેય ચાલે નહીં. શૂટમાં તમારી રાહ જોઈને સોથી પણ વધારે લોકો ગોઠવાયેલા હોય. એમાં જો તમારાથી મોડું થાય તો એ લોકોનો સમય અને પ્રોડ્યુસરના પૈસા એમ બબ્બે નુકસાન સહન કરવાં પડે.
મારા આ શેડ્યુલમાં ક્યારેય કોઈ ચેન્જ નથી આવ્યો. મેં મારું વર્કઆઉટ પણ ક્યારેય મિસ નથી કર્યું. આ મિસ નહીં કરવાની જે તમારી ડિસિપ્લિન છે એ ડિસિપ્લિન ફિટનેસની જ બેસ્ટનેસનું રિઝલ્ટ છે એવું મને હંમેશાં લાગ્યું છે. મારે મન ફિટનેસ એટલે ડિસિપ્લિન અને ડિસિપ્લિન એટલે લેઝીનેસ વિનાની લાઇફ. તમે તમારું કામ જે એનર્જી સાથે શરૂ કરો એ જ એનર્જી સાથે તમે રાતે આંખ બંધ કરો અને બે જ મિનિટમાં તમે ખર્રાટા બોલાવતાં સૂઈ જાઓ એનાથી બેસ્ટ ફિટનેસ બીજી કોઈ હોય જ ન શકે. તમે સ્ટ્રેસથી ફ્રી હો અને ઇમિડિયેટ આવનારા સ્ટ્રેસને પણ તમે એકદમ સહજ રીતે લઈને બેસ્ટ પુરવાર કરતાં હો એ ફિટનેસ છે. ઘણા લોકો અચાનક આવતી મુશ્કેલીથી એકદમ ઘાંઘા થઈ જાય, પણ જો તમે ફિઝિકલ અને મેન્ટલ ફિટ હો તો તમને એવી ઍન્ગ્ઝાઇટી આવે જ નહીં અને એ આવે નહીં તો તમારા બૉડીમાં કોઈ પ્રકારની ખોટી પ્રક્રિયા ડેવલપ ન થાય.
આઇ, મી ઍન્ડ માયસેલ્ફ | ફિટનેસની બેસ્ટ રીધમ કઈ એ સમજવી જોઈએ. માણસ જાગે અને જાગતાંની સાથે જ એ સ્માઇલ કરતો હોય તો એ ફિટ છે. લાંબા સમયના રેસ્ટ પછી તેનામાં કોઈ આળસ ન હોય, બૉડી એનર્જેટિક હોય અને ફેસ પર હૅપીનેસ હોય એ ફિટનેસનું દેખીતું સર્ટિફિકેટ છે. મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવા માટે ડિસિપ્લિન બહુ મહત્ત્વની છે.
મેં તમને મારું રૂટીન કહ્યું એ પછી તમને વિચાર આવે એ સહજ છે કે હું આ બધાં વચ્ચે કેવી રીતે વર્કઆઉટ કરતી હોઈશ?
મારું વર્કઆઉટ ઈવનિંગ ટાઇમ પર હોય છે અને એ સેટ પર જ શરૂ થઈ જાય છે. આ એ સમય છે જે સમયે કામમાં થોડું રિલૅક્સેશન આવવું શરૂ થઈ જાય છે.
હું સૌથી પહેલાં સેટ પર વૉક લઉં છું. ત્રીસ મિનિટની વૉકમાં કોઈ સાથે વાત નહીં અને મ્યુઝિક પણ નહીં સાંભળવાનું. એ પછી મેકઅપ રૂમમાં વર્કઆઉટ શરૂ થાય. લૉકડાઉન દરમ્યાન મેં વર્કઆઉટથી જ વીસ કિલોગ્રામ વેઇટ ઉતાર્યું હતું. એ સમયે તો કોઈ કામ નહોતું અને ફૂડ ઇન્ટેક પર પણ કન્ટ્રોલ નહોતો એટલે શરૂઆતમાં તો મસ્ત મજા કરી, પણ પછી મને લાગ્યું કે આ ખોટી વાત છે એટલે મેં વર્કઆઉટ પર ફોકસ કરીને મારા ૭પ કિલો વેઇટને રિડ્યુસ કરી છેક પપ કિલો પર લઈ આવી. મારી હાઇટ મુજબ મેં ટાર્ગેટ રાખ્યો હતો બાવન કિલોગ્રામ વેઇટ કરવાનો, પણ મને પોતાને કોવિડ થતાં થોડો સમય બધું વિખેરાયું, પણ મેં પપ કિલોગ્રામ વેઇટને પકડી રાખ્યું.
ચાર મહિનામાં ૨૦ કિલો વેઇટ ઉતારવામાં ત્રણ વાત પર જ ધ્યાન આપ્યું હતું. પહેલી, ફૂડ ઇન્ટેક કન્ટ્રોલમાં રાખવાનું. બીજી વાત વર્કઆઉટ મિસ નહીં કરવાનું અને ત્રીજી વાત, પ્રૉપર ડાયટ ફૉલો કરવાનું. જો તમે પણ ફૂડની બાબતની આ બે વાતને ફૉલો કરશો અને સાથે-સાથે સ્ટ્રેચિંગ, સ્કિપિંગ, જૉગિંગ, કાર્ડિયો, ક્રન્ચિસ, સ્ક્વૉટ્સ જેવી ઍક્ટિવિટી કરશો તો તમને પણ રિઝલ્ટ મળશે એની ગૅરન્ટી હું આપું છું. એના માટે જિમમાં જવાની કોઈ જરૂર નથી.
લેટ્સ ટૉક અબાઉટ ફૂડ | મારું ફૂડ ઇન્ટેક મેં બહુ સિમ્પલ રાખ્યું છે. બ્રેકફાસ્ટ પછી એક બ્લૅક કૉફી પીવાની. લંચ ઘરનું જ કરવાનું, સાંજનો નાસ્તા હેવી હોય અને સાથે ફ્રૂટ્સ હોય. આ જ મારું ડિનર બની જાય.
બ્લૅક કૉફી મને ભાવે છે એટલે દિવસમાં બે-ત્રણ કૉફી થઈ જાય. જો ઘરે પહોંચ્યા પછી ભૂખ લાગે તો માત્ર સૂપ પીવાનું. મને બધાં વેજિટેબલ્સ ભાવે એટલે બધાં સૂપ ભાવે. જો સૂપની ઇચ્છા ન હોય તો હું વેજિટેબલ સૅલડ બનાવી લઉં. હું શુગર અને દૂધ લેતી નથી. ઑઇલી ફૂડ પણ લેતી નથી અને સૌથી ઇમ્પોર્ટન્ટ સાંજે છ પછી ટીથનો ઉપયોગ કરવો પડે એવું ફૂડ લેતી નથી.