ઇન્ડિયા - ધ મોદી ક્વેશ્ચન : ગૌમાંસનો વેપાર કરતા વેપારીની તરફેણ કરવાનું પાપ બ્રિટિશરો જ કરી શકે

30 January, 2023 03:13 PM IST  |  Mumbai | Manoj Joshi

અનેક એવા કલાકારો છે જેનું નામ મુસ્લિમ હોવાથી જ તેના વિઝા રિજેકક્ટ કર્યા છે

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

આપણે વાત કરીએ છીએ બીબીસીએ બનાવેલી ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા : ધી મોદી ક્વેશ્ચન’ની. જેની વાત કરતાં-કરતાં ટૉપિક ખૂલ્યો ૨૦૦૧નાં ગુજરાત રમખાણનો. એ રમખાણ પર હવે વાત કરવી એ ખરેખર તો સંવિધાન-ભંગ છે. કારણ કે તમામ કોર્ટના ચુકાદા આવી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે ગુજરાત સરકારના એ સમયના અધિકારીથી માંડીને મુખ્ય પ્રધાન સહિતના સૌકોઈએ એ તબક્કે પહેલો પ્રયાસ શાંતિ લાવવાનો જ કર્યો હતો અને એ જ સત્ય હકીકત છે. આવું કોર્ટમાં પુરવાર થયા પછી પણ જો તમે એવું ધારીને બેસી રહો કે ના, એ રમખાણો તો એક કાવતરું માત્ર હતું તો ખરેખર, કહેવાનું મન થાય કે તમને ગમે છે એ જ રાખો. અમને કોઈ ફરક નથી પડતો.

બીબીસી જેવા સેક્યુલર મીડિયાના પાપે જ હિન્દુસ્તાન બદનામ થયું છે અને બદનામ થતું રહ્યું છે. આ જ બીબીસીને જો આતંકવાદીઓ એટલી હદે ગમતા હોય તો પછી કેમ એ મુસ્લિમોને વિઝા આપવામાં ઠાગાઠૈયા કરે છે. અનેક એવા કલાકારો છે જેનું નામ મુસ્લિમ હોવાથી જ તેના વિઝા રિજેકક્ટ કર્યા છે. પાકિસ્તાનના કલાકારોના કેમ એટલા શો બ્રિટનમાં નથી થતા એનો જવાબ બીબીસી પાસે છે ખરો?

ના, નથી. કારણ કે ત્યાં પાકિસ્તાનની વાત આવે ત્યાં એ ફાટી મરે છે. પાકિસ્તાનની જ નહીં, અફઘાનિસ્તાન અને તાલિબાન પણ આ સેક્યુલર મીડિયાને પીપી કરાવી દેવાની ઔકાત ધરાવે છે અને આવતા સમયમાં આપણે પણ એ જ રસ્તો વાપરવો જોઈએ એવું આ મીડિયા આપણને સતત સમજાવી રહ્યું છે.

આ પણ વાંચો : ઇન્ડિયા-ધ મોદી ક્વેશ્ચન: પેટમાં રહેલી બળતરા કેટલી સદીઓ સુધી ભોગવતા રહેવી જોઈએ?

બીબીસીની ડૉક્યુમેન્ટરી પર પાછા આવીએ.

‘ઇન્ડિયા : ધી મોદી ક્વેશ્ચન’ના બે ભાગ છે. પહેલા ભાગમાં માત્ર અને માત્ર ગુજરાતનાં રમખાણોની વાત છે તો બીજા ભાગમાં ગૌમાંસના વેપાર સાથે જોડાયેલા લોકો સાથે કેવો અત્યાચાર કરવામાં આવે છે એની વાત છે. અરે યાર, જરાક તો વિચારો કે પાકિસ્તાનમાં ભૂંડના માંસનો વેપાર કરનારા માણસ સાથે કેવી રીતે વાજબી વ્યવહાર થાય અને કોઈ કરે પણ ખરું? તમારા દેશમાં કોઈ સંસ્કાર નામની પ્રક્રિયા નથી, તમારા દેશમાં સંસ્કૃતિ નામનું કોઈ તંત્ર નથી, પણ અમારે ત્યાં છે અને એ સંસ્કૃતિ શાસ્ત્રોમાં લખાયેલી પરંપરાની જ વાત કરે તો અમે એનું પાલન કરીએ છીએ. અમે સંસ્કૃતિનું પાલન કરીએ તો પણ તમારા પેટમાં લાય ઊપડે છે. જો શબ્દો ચોર્યા વિના કહેવાનું હોય તો હું કહીશ કે ગૌમાંસનો વેપાર જેકોઈ કરે તેની સાથે આ જ વ્યવહાર થાય, કારણ કે દુનિયામાં અમે એકમાત્ર એવી પ્રજા છીએ જે ગાયમાં માતાનાં દર્શન કરીએ છીએ અને એટલે જ એને ગૌમાતા કહીએ છીએ. બ્રિટિશ મીડિયા હાઉસ જો ડૉગીને પપ્પા કહેવાનું શરૂ કરે તો અમે ડૉગીને પણ એટલું જ સન્માન આપવા તૈયાર છીએ. મુદ્દો માત્ર એટલો છે કે અમે સન્માન આપીએ છીએ અને એ પછી સન્માન માગીએ છીએ. તમે જોયું કે કોઈ ઈંડાં વેચનારા સાથે દુર્વ્યવહાર થયો? અમે એ પણ કરવા માગતા નથી, પણ કૂકડાને અમે અમારો માસિયાઈ ભાઈ નથી માનતા એટલે અમને ફરક નથી પડતો. હા, એવું ગેરવાજબી વેચાણ અમારા ધાર્મિક સ્થાને કોઈ કરે તો અમે તેને સમજાવીએ અને અપેક્ષા રાખીએ કે તે સમજી જાય, પણ જો ન સમજે તો...

તો એ જ કામ કરીએ, જે કામ બ્રિટિશ પૅલેસની બહાર પેલી બે ફુટ લાંબી ટોપીવાળો સિક્યૉરિટી ગાર્ડ ટૂરિસ્ટ સાથે કરે છે. દૂર થાઓ અને કાં તો ઉપર જાઓ!

columnists manoj joshi bbc