મોબાઇલ-ઍડિક્શન : અરે ઓ ભૈયા, દિન મેં કિતની દફા મોબાઇલ હાથ મેં લેતે હો?

12 February, 2024 11:47 AM IST  |  Mumbai | Manoj Joshi

મોબાઇલમાં કોઈનો મેસેજ ન આવ્યો હોય, કોઈ નોટવૅરિકોઝિફિકેશન પણ ન આવ્યું હોય તો પણ. અરે, કોઈને ફોન પણ ન કરવાનો હોય તો પણ આપણા હાથમાં મોબાઇલ આવ્યા વિના રહેતો નથી.

મોબાઈલ ફોનની તસવીર

આ પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં એક કામ કરો. એક કલાક સુધી જાતને ઑબ્ઝર્વ કરો કે તમે કેટલી વાર મોબાઇલ હાથમાં લેવાનું કૃત્ય કરો છો?

આ પ્રશ્ન વાજબી રીતે પુછાયો છે અને અગત્યનો છે એટલે પુછાયો છે. મોબાઇલે એ સ્તરે હવે આપણા સૌના મન પર રાજ કરવાનું શરૂ કરી દીધું છે કે ભાગ્યે જ કોઈ એવું છે જે ૨૦ મિનિટથી ઓછા સમય પહેલાં પોતાનો મોબાઇલ હાથમાં લઈને ચેક ન કરતા હોય. હા, આ સર્વે છે અને આ સર્વેએ જ આપણને સૌને જાગી જવાની દિશામાં ધકેલવાનું કામ કર્યું છે. મોબાઇલ હવે એ સ્તરે જીવનનો હિસ્સો બની ગયો છે કે આપણે મોબાઇલ વિના જીવી નથી શકતા. અરે, જીવવાની વાત તો એક બાજુએ રહી ગઈ. આપણે દર થોડી મિનિટ પછી મોબાઇલની સ્ક્રીન સામે જોયા વિના પણ રહી શકતા નથી અને એટલે જ થોડી-થોડી વારે આપણને મોબાઇલ હાથમાં લઈને જોઈ લેવાનું મન થાય છે.

મોબાઇલમાં કોઈનો મેસેજ ન આવ્યો હોય, કોઈ નોટવૅરિકોઝિફિકેશન પણ ન આવ્યું હોય તો પણ. અરે, કોઈને ફોન પણ ન કરવાનો હોય તો પણ આપણા હાથમાં મોબાઇલ આવ્યા વિના રહેતો નથી. કબૂલ કે હવે મોબાઇલ માત્ર મોબાઇલ નથી રહ્યો. હવે એ સ્માર્ટફોન છે અને એમાં અનેક એવાં કામ પણ થઈ જાય છે જેને માટે એક સમયે કમ્પ્યુટરની આવશ્કયતા રહેતી. એનો અર્થ એવો નથી કે એ જ કારણસર આપણે ફોન હાથમાં લઈએ છીએ. ના, જરાય નહીં અને સહેજ પણ નહીં. મોબાઇલ હાથમાં લઈને કાં તો આપણે ગૅલરીમાં જઈને ચક્કર મારી લઈએ અને કાં તો મોબાઇલ હાથમાં લઈને આપણે એકાદ ઍપ્લવૅરિકોઝિકેશનમાં જઈને આંટો મારી આવીએ અને કાં તો મોબાઇલ હાથમાં લઈ આપણે એકાદ વખત ગેમનો એક રાઉન્ડ પૂરો કરી લઈએ. વગર કારણે વૉટ્સઍપ કે પછી ટેલિગ્રામ કે એવા કોઈ મેસેન્જરમાં જઈને નજર કરી લઈએ, પણ મોબાઇલ હાથમાં લેવાનું બને જ બને અને સાચું કહું તો આ જ મોબાઇલ-ઍડિક્શન છે.

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને આ રીતે થોડી-થોડી વારે મોબાઇલ હાથમાં લઈને એમાં નજર કરવી પડે. ખરેખર. તમે કહો કે એક હજારે માંડ એકાદ વ્યક્તિ એવી હશે જેણે આ કામ કરવું પડે. સામાજિક રીતે પણ કરવું પડતું હોઈ શકે અને આર્થિક દૃષ્ટવૅરિકોઝિએ પણ કરવું પડતું હોઈ શકે, પણ બાકીના સૌએ માનસિક સ્તરે જ આ કામ કરવું પડે છે અને આ જે માનસિક સ્તર છે એ જ પુરવાર કરે છે કે તમે હવે મોબાઇલ-ઍડિક્શનની દિશામાં સ્ટ્રૉન્ગલી આગળ વધી ગયા છો અને તમે મોબાઇલ-મેનિયાક બનવા માંડ્યા છો. મિત્ર અને બહુ જાણીતા સાઇકિયાટ્રિસ્ટ એવા ડૉ. મુકુલ ચોકસી કહે છે કે જો તમે આવી આદત ધરાવતા હો તો બહુ ઝડપથી સુધરી જજો. નહીં તો એવું બનશે કે એક દિવસ તમે મોબાઇલ વિના રીતસર ટળવળશો અને એવું ન બનવા દેવું હોય તો આ જે સમય છે એ સમયમાં તમે મોબાઇલની આદત તમારી લાઇફમાંથી ઓછી કરવાની કોશિશ કરજો. તમારું એ પ્રકારનું પ્રોફેશન હોય તો હજી સમજી શકાય, પણ આગળ કહ્યું એમ, એક હજારે માંડ એકાદ વ્યક્તિનું એવું પ્રોફેશન છે. બાકી સૌ, મોબાઇલ-ઍડિક્શનના રસ્તે છે.
કન્ફર્મ.

columnists manoj joshi