જાણો, માણો ને મોજ કરો

29 February, 2024 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રુદ્રાક્ષનું બિગેસ્ટ એક્ઝિબિશન, પૅપોન લાઇવ ,ધ મેકિંગ ઑફ કૉલોનિયલ બૉમ્બે 

મુંબઈની જૂની તસવીર

ધ મેકિંગ ઑફ કૉલોનિયલ બૉમ્બે 
મુંબઈમાં રહેતા હો તો કૉલોનિયલ કાળમાં મુંબઈ કઈ રીતે બન્યું એ  વિશે દરેક મુંબઈગરાને જાણવામાં રસ પડે જ પડે. કૉલોનિયલ યુગમાં દક્ષિણ મુંબઈ જે આજે પણ આ શહેરની આન, બાન અને શાન ગણાય છે એ વિસ્તારની સ્પેશ્યલ હેરિટેજ વૉક થઈ રહી છે જેમાં એશાન શર્મા ઐતિહાસિક વાતોને સમજાવશે. અઢારમી અને ઓગણીસમી સદીના બૉમ્બેમાં કઈ રીતે ટ્રેડ થતું ત્યાંથી લઈને બ્રિટિશ યુગમાં વિક્ટોરિયન અને ઇન્ડિયન સ્ટાઇલનું ફ્યુઝન કેવી રીતે થયું એની કલ્ચરલ અને આર્કિટેક્ચરલ વાતો એમાં જાણવા મળશે. એશાન શર્મા ઇન્ડિયન હિસ્ટરીનો અદ્ભુત અને હરતો-ફરતો એન્સાઇક્લોપીડિયા ગણાય છે. 

ક્યારે?: ૩ માર્ચ
સમયઃ સવારે ૮થી ૧૦
ક્યાં?: એશિયાટિક લાઇબ્રેરી 
રજિસ્ટ્રેશનઃ @karwanheritage

રુદ્રાક્ષનું બિગેસ્ટ એક્ઝિબિશન
મહાશિવરાત્રિ આવી રહી છે ત્યારે શિવપ્રિય રુદ્રાક્ષનાં ઑથેન્ટિક બીડ્સની રહસ્યમય વાતો જાણવી હોય કે અલગ-અલગ પ્રકારનાં બીડ્સ ખરીદવાં હોય તો મુંબઈનું જાયન્ટ રુદ્રાક્ષ એક્ઝિબિશન થઈ રહ્યું છે. છેલ્લાં બાવીસ વર્ષમાં ૧૫૦૦થી વધુ એક્ઝિબિશન કરી ચૂકેલી રુદ્રાલાઇફ સંસ્થા દ્વારા આ એક્ઝિબિશન થઈ રહ્યું છે. 

ક્યારે?: ૮ માર્ચ
સમયઃ સવારે ૧૦થી ૭
ક્યાં?: અંધેરી-વેસ્ટ
એન્ટ્રીઃ ફ્રી

પૅપોન લાઇવ 
મ્યુઝિશ્યન, સિંગર, કમ્પોઝર અને મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ એવા બૉલીવુડના પ્લેબૅક સિંગર પૅપોન મ્યુઝિકલ જિનીયસ છે. પૅપોન એ અનુરાગ મહંતાનું હુલામણું સ્ટેજ-નેમ છે. ફોક મ્યુઝિકથી પૉપ સુધી તેમની રેન્જ છે અને રૉકથી ઇલેક્ટ્રૉનિકા પણ તે રજૂ કરી શકે છે. ઇન્ડિયન ક્લાસિકલ ગઝલ પણ તેના કંઠે મંત્રમુગ્ધ કરે એવી હોય છે. આવી વાઇડ રેન્જ ધરાવતા સિંગરને લાઇવ સાંભળવાનો મુંબઈગરા પાસે એક વધુ મોકો આવ્યો છે.

ક્યાં?: ૮ માર્ચ
કિંમતઃ સાંજે ૭ વાગ્યાથી 
ક્યાં?" જિયો વર્લ્ડ ડ્રાઇવ, મુંબઈ
કિંમતઃ ૧૭૯૯ રૂપિયાથી શરૂ 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

ક્લાસિકૂલ 
ભારતીય શાસ્ત્રીય સંગીત અને આજના મૉડર્ન મ્યુઝિકનું અનોખું સંયોજન રજૂ કરે છે પૂર્બાયન ચૅટરજી. એમાં કીબોર્ડ પર સંગીત હલ્દીપુર, તબલાં પર ઓજસ અઢિયા, પર્ક્યુશન્સ પર શિખર નાદ કુરેશી, વાયોલિન સાથે નસ્ત્ય સરસ્વતી, અકૉસ્ટિક સિતાર પર મેઘા રાઉતની જુગલબંધી સાથે થશે ક્લાસિકલ અને કન્ટેમ્પરરીનું ફ્યુઝન. 
ક્યારે?: ૧ માર્ચ
સમયઃ ૭.૩૦ વાગ્યાથી
ક્યાં?ઃ ગ્રૅન્ડ થિયેટર, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર 
કિંમતઃ ૭૦૦ રૂપિયાથી શરૂ 
રજિસ્ટ્રેશનઃ nmacc.com

life and style travel columnists mumbai news things to do in mumbai